Gujarat Startup – 16 |યુવાનોએ જગતના તાત માટે બનાવ્યા સરળ સાધનો

0
65
યુવાનોએ જગતના તાત માટે બનાવ્યા સરળ સાધનો
યુવાનોએ જગતના તાત માટે બનાવ્યા સરળ સાધનો

ગુજરાતના યુવાનોએ જગતના તાત માટે બનાવ્યા સરળ સાધનો અને આ સાધનો દેશના તમન રાજ્યોમાં ઉપલબ્ધ પણ છે. કૃષિ પ્રધાન દેશમાં ખેતી વિષયક સાધનો પર ખુબ જ ઓછા સાધનો ના સંશોધન થયા છે અને અને જે ઉપલબ્ધ છે તે ખુબ મોંઘા સાધનો મળે છે .જે દેશના લગભગ ૮૦ ટકાથી વધુ જગતના તાત આ સાધનો ખરીદી શકતા નથી. જગતના તાતની ખેતી કરવા માટે પડતી મુશ્કેલીઓ જેમકે વાવણી, નિંદામણ અને જીવાતોથી પાકને બચાવવા પડતી તકલીફો વખતે ઉપયોગી અને સામાન્ય ખેડૂતને પરવડે તેવી કિંમતોમાં કેવી રીતે બનાવી શકાય ? ગુજરાતના યુવાનોને પ્રશ્ન થયો ત્યાર બાદ સતત મનોમંથન કર્યા બાદ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત અને ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસીમાં એક એવું ઇનોવેશન કર્યું છે જે જોઇને અચંબિત થઇ જવાશે .ખેડૂતને ખેતીમાં સરળતા આપતા સાધનો બનાવ્યા અને ખેડૂતોને ખેતીમાં સરળતા રહે તે અર્થે મનન પટેલ, અંજિલ જૈન અને વિશાલ શ્રીમાળી દ્વારા વિન્સ્પાયર એગ્રોટેક કંપનીની શરૂઆત કરી .ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત અને ભારત સરકારના સ્ટાર્ટ અપ કાર્યક્રમ હેઠળ ખુબ જ અગત્યનું સંશોધન આ યુવાનોએ કર્યું છે.બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે ત્યારે ખેડૂતને ઓછામાં ઓછા લેબર દ્વારા સારો પાક મળી શકે તેવી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખેતીનાં વાવણીથી લઈ પાકને તૈયાર કરવા સુધીનાં વિવિધ ૩૫ જેટલા સાધનો તૈયાર કરાયા છે.
ધરું રોપવા માટેનાં વિવિધ મોડલ્સ, બીજ રોપવા, ફર્ટિલાઇઝર નાંખવાનું સાધન, મેંગો પીકર, કાપણી માટેનાં સાધન, બડ ચીપર, શેરડીની ગાંઠ કાઢવાનું સાધન તેમજ રોપણી બાદ નીંદામણના પ્રોબ્લમ્સ સોલ્વ કરવાનાં સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને સ્ટેટ અને નેશનલ લેવલનાં કુલ ૧૧ ઍવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકાર દ્વારા આ પ્રોજેક્ટને ફ્રી એક્ઝિબિશન માટે જગ્યા આપવામાં આપવામાં આવી હતી. આજે આ ગુજ્જુ યુવાનોએ દેશભરના ખેડૂતોને પોતાની પ્રોડક્ટ એકદમ નજીવી કિંમતોમાં પુરી પાડી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલઅપ ઈન્ડિયા મહત્વનો ભાગ ભજવે છે. જે અર્થે સહભાગી થતાં દરેક રાજ્યોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ પણ જાહેર કરવામાં આવે છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતનાં લોકોમાં વ્યાપારી માનસિકતા આજકાલ વિકસી હોય તેવું નથી, પરંપરાગત વ્યવસાયોનાં મૂળ એટલા ઊંડે વળગેલાં છે કે ગુજરાતી લોકોની મૂડી પર ખૂબ જ ચુસ્ત પકડ હોય છે. ગુજરાતીઓનું નામ ધંધા બાબતે તો પહેલેથી જ મોખરે રહ્યું છે, પણ હવે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાતે સતત આગળ વધી રહ્યું છે