Gujarat Startup – 13 | ભારતનું પ્રથમ સ્માર્ટ લોકર અને સ્વદેશી રમકડા | VR LIVE

0
191
Gujarat Startup - 13 | ભારતનું પ્રથમ સ્માર્ટ લોકર અને સ્વદેશી રમકડા | VR LIVE
Gujarat Startup - 13 | ભારતનું પ્રથમ સ્માર્ટ લોકર અને સ્વદેશી રમકડા | VR LIVE

દેશભરના લગભગ મોટા શહેરોના રેલ્વે સ્ટેશન જેવાકે મુંબઈ ,નાગપુર ,અમદાવાદના રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સ્માર્ટ મોબાઇલ ચાર્જિંગ અને સ્માર્ટ લોકર જેવી હાઇટેક સુવિધાઓ મળી રહી છે. આ માટે રેલવે ડિવિઝનલ મેનેજમેન્ટ અને અમદાવાદના મેહુલ શુક્લા સાથે કરાર કરવામાં આવ્યો છે. ભારતમાં આ પ્રકારનો પહેલું ઇનોવેશન છે અને તે એક મહત્વની પેસેન્જર સુવિધા છે. સાથેજ આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રમકડા પણ બનાવ્યા છે.   નોંધનીય છે કે ભારતમાં આ પ્રકારનો પહેલી ઇનોવેશન છે અને તે એક મહત્વની પેસેન્જર સુવિધા છે.  આનાથી મુસાફરો તેમના મોબાઈલને સુરક્ષિત રીતે ચાર્જ કરી શકે છે.  જ્યારે સ્માર્ટ લોકર તેમને લેપટોપ, વોલેટ, આઈપેડ અને નાની હેન્ડ બેગ વગેરે જેવી તેમની નાની અંગત વસ્તુઓને સુરક્ષિત રીતે રાખવાનીસુવિધા પૂરી પડે છે.  જોકે, આ માટે મુસાફરોએ આ સુવિધા માટે નજીવી ફી ચૂકવવી પડશે.આ બંને પ્રકારના સ્માર્ટ મશીનો ટચ સ્ક્રીન ઈન્ટરફેસ દ્વારા ઓટોમેટેડ છે.  જ્યાં મુસાફરોને 1કલાકના 10 રૂપિયાના જેવી નજીવી કિમતમાં લોકરનો પાસવર્ડઆપવામાં આવે છે.  આમાં તેઓ ચાર્જિંગની સાથે મોબાઈલ અને નાની વસ્તુઓ પણ રાખી શકે છે. આ તમામ મશીનોને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવ્યું છે.  રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ વેઇટિંગ હોલમાં નાના લોકરની ન હોવાને કારણે મુસાફરો જ્યારે શૌચાલયમાં જાય છે અથવા ટ્રેનની રાહ જોતી વખતે આરામ કરતા હોય ત્યારે તેમના સામાન લૂંટાઈ જવાનો ભય સતત સતાવતો હોત છે. પરંતુ  આ સ્માર્ટ કિઓસ્ક મુસાફરોના મોબાઈલ ફોનને સાચવશે અને સરસ રીતે ચાર્જ કરશે એટલું જ નહીં પરંતુ મોબાઈલ અને જરૂરી દસ્તાવેજો જેમ કે રોકડ, એટીએમ કાર્ડ વગેરેની સુરક્ષા પણ પૂરી પાડે છે. ચાઈનામાં બનતા રમકડાં હવે ભારતમાં બનવા લાગ્યા છે.  હવે રમકડાના ઉત્પાદન માટે ભારત આત્મનિર્ભર બન્યું છે. ચાઈનાની કંપનીઓ ઉત્પાદન કરતી તે જ પ્રકારના અને સસ્તા ભાવના રમકડાંઓ બનાવવાનું શરૂ થતાં દેશભરમાંથી સ્વદેશી રમકડા માટે ઇન્ક્વાયરી આવવા લાગી છે. લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર લોકો કરે પરંતુ સામે તેને એ જ રમકડાં ભારતીય બનાવટમાં તો મળવા જોઈએ તે ઘ્યાને રાખી ભારતના દરેક રાજ્યમાં ભારતીય બનાવટના રમકડાં પોહચી શકે તે માટે દરરોજના નાના-મોટા રમકડા મહીને 32 લાખ જેટલા રમકડાંનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. લોકોમાં જાગૃતતા આવી છે . ગુજરાતી હવે લોકલ ફોર વોકલ ને પગલે ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ ખરીદતા થઈ ગયા તમને જણાવી દઈએ કે, 3-4 વર્ષ પહેલા ભારત રમકડાં માટે બીજા દેશો પર નિર્ભર હતું. ખાસ કરીને ભારતીય રમકડાંના બજારમાં એક રીતે ચીનનો ઈજારો હતો. ભારતમાં 80% થી વધુ રમકડાં ચીનમાંથી આવતા હતા. પરંતુ હવે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારત સરકારની વોકલ ફોર લોકલની હાકલ ભારતના રમકડા ક્ષેત્રને બદલી રહી છે. દેશની ‘ટોય ઈકોનોમી’ ફૂલીફાલી રહી છે. ‘ટોય ઈકોનોમી’ એટલે રમકડાંમાંથી પેદા થતી ઈકોનોમી. ભારતમાં રમકડાંની આયાતમાં 70 ટકાનો ઘટાડો થયો છે. તે તેના બનાવેલા રમકડા અન્ય દેશોમાં પણ નિકાસ કરી રહ્યો છે.