દેશમાં મહિલા સુરક્ષાના નામે હવે રાજનીતિ શરુ થઇ છે,ભાજપે મણિપુરની ઘટનાને કાઉન્ટર કરવા માટે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ શરુ કર્યો છે, ભાજપની આ રાજનીતિ ને લઇને હવે દેશભરમા નારાજગી છે, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્રમોદીએ જે રીતે રાજનીતિ કરી છે,,તેને લઇને પણ ટિકા થઇ રહી છે,
સેલેબ્સે મણિપુરની ઘટનાનો કર્યો વિરોધ
મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી હેવાનિયત પર આખો દેશ આક્રોશમાં છે. આ ઘટના પર તમામ સેલેબ્સ પણ આકરી ટિકા કરી રહ્યા છે. ત્યારે હવે આ ઘટના પર બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું રિએક્શન પણ સામે આવ્યુ છે. તે સિવાય જે પક્ષો વચ્ચે રાજનીતિ પણ થઇ રહી છે,
મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાનો વીડિયો 19 જુલાઈના રોજ વાયરલ થયો હતો. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. હેવાનોએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. આ બર્બર ઘટના જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ ચોંકાવનારી ઘટના પર અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા, અનુપમ ખેર, જયા બચ્ચનનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.સાથે દેશભરમાં આને લઇને રાજનીતિ પણ થઇ રહી છે,
મણિપુરની ઘટના પર પ્રિયંકા ચોપરા ભડકી
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હિંસાગ્રસ્ત મણિપુરમાં બે આદિવાસી મહિલાઓની નગ્ન પરેડની ભયાનક ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને સામૂહિક શરમજનક ગણાવી છે અને સમગ્ર દેશને તેની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. પ્રિયંકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં લખ્યું- અહીં જઘન્ય અપરાધના 77 દિવસ બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે પગલાં લેવાતા પહેલા તર્ક? કોઈ ફરક નથી પડતો કે કેમ અને શા માટે, પરિસ્થિતિગત અથવા સંજોગો પરંતુ અમે મહિલાઓને કોઈ પણ મામલે ખેલનો મોહરો બનવા ન દઈ શકીએ. પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ એક શામૂહિક શરમજનક વાત છે અને મણિપુરની મહિલાઓ માટે ન્યાય થવો જોઈએ. શામૂહિક શરમ અને ગુસ્સાને હવે માત્ર એક વસ્તુ માટે એક યુનિફાઈડ અવાજ ઉઠાવવાની જરૂર છે. તાત્કલિક ન્યાય આપવાની જરુર છે,પણ રાજકીય પક્ષો વચ્ચે હાલ હાલ આને લઇને રાજનીતિ શરુ થઇ ગઇ છે,