Home Breaking News AJMER :   32 વર્ષ બાદ મળ્યો ન્યાય , કેસના અન્ય 6 આરોપીઓને...

AJMER :   32 વર્ષ બાદ મળ્યો ન્યાય , કેસના અન્ય 6 આરોપીઓને આજીવન કેદની સજા

0
1216
AJMER
AJMER

AJMER :  રાજસ્થાનના અજમેરમાં સૌથી મોટા બળાત્કાર અને બ્લેકમેલ કાંડના બાકીના 6 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આજે બપોરે 2 વાગ્યે કોર્ટે તેમને સજા સંભળાવી હતી. આપને જણાવી દઈએ કે કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષી ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

AJMER :  શું હતો અજમેર કાંડ ?

AJMER

AJMER :  1992માં અજમેરની એક ગેંગે સ્કૂલ અને કોલેજમાં ભણતી લગભગ 250 છોકરીઓના નગ્ન ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ 100 થી વધુ વિદ્યાર્થીનીઓને લીક કરવાની ધમકી આપીને સામૂહિક બળાત્કાર કર્યો. ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફાર્મહાઉસ પર બોલાવતા હતા. તેમની સાથે સામૂહિક બળાત્કાર કરાતો હતો. ઘણી શાળાઓ અજમેરની જાણીતી ખાનગી શાળાઓ હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક અખબારે તેનો પર્દાફાશ કર્યો. તે સમયે આ છોકરીઓની ઉંમર 11 થી 20 વર્ષની હતી. હાલ આ કેસમાં 4 આરોપીઓ સજા ભોગવી ચૂક્યા છે. નિર્ણયને લઈને કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ હાજર છે.

AJMER :  પ્રથમ ચાર્જશીટમાં 12 આરોપીઓના નામ હતા

AJMER

તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં કૈલાશ સોની, હરીશ તોલાની, ફારુક ચિશ્તી, ઈશરત અલી, મોઈઝુલ્લા ઉર્ફે પુતન અલ્હાબાદી, પરવેઝ અંસારી, નસીમ ઉર્ફે ટારઝન, પુરુષોત્તમ ઉર્ફે બબલી, મહેશ લુધાણી, અનવર ચિશ્તી,  અને ઝહૂર ચિશ્તીની ધરપકડ કરવામાં આવી હતી અને ડીજે કોર્ટમાં 30 નવેમ્બર 1992ના રોજ પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

AJMER :   કેસમાં 10 થી વધુ ચાર્જશીટ

પ્રથમ ચાર્જશીટ 8 આરોપીઓ સામે હતી અને આ પછી 4 અલગ-અલગ ચાર્જશીટ 4 આરોપીઓ સામે હતી. આ પછી પણ પોલીસે અન્ય 6 આરોપીઓ સામે 4 વધુ ચાર્જશીટ રજૂ કરી હતી. અહીં પોલીસે સૌથી મોટી ભૂલ કરી છે, જેના કારણે 32 વર્ષ પછી પણ આ કેસમાં ન્યાય નથી મળ્યો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે