Home State Gujarat Gujarat Rain Fury: ગુજરાતમાં મેઘતાંડવ, ગીર-અમરેલીમાં પૂરની સ્થિતિ, ડેમ ઓવરફ્લો અને 8...

Gujarat Rain Fury: ગુજરાતમાં મેઘતાંડવ, ગીર-અમરેલીમાં પૂરની સ્થિતિ, ડેમ ઓવરફ્લો અને 8 જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી

0
109
Gujarat Rain Fury
Gujarat Rain Fury

Gujarat Rain Fury: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા સાર્વત્રિક અને મુશળધાર વરસાદને કારણે એક તરફ ખેડૂતો અને સરકારની ચિંતામાં મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં પૂરની સ્થિતિ સર્જાતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યના ૧૫૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કુદરતી આફતની ગંભીરતાને જોતાં આજે રાજ્યના ૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અને ૬ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.

જૂન મહિનામાં ચોમાસાના મોડા આગમનને કારણે વરસાદની મોટી ઘટ હતી, જે જુલાઈના પ્રારંભે જ ભરાઈ ગઈ છે. જોકે, હજુ પણ કચ્છ જિલ્લો સાવ કોરોધાકોડ છે, જ્યાં સિઝનનો ૧ ટકા વરસાદ પણ પડ્યો નથી અને ૭ તાલુકાઓ પાણી માટે ટળવળી રહ્યા છે.

Gujarat Rain Fury

Gujarat Rain Fury: અમરેલીમાં હાઈવોલ્ટેજ રેસ્ક્યૂ: પૂરના પાણીમાં ફસાયેલી કારમાંથી ૭ જિંદગી બચાવાઈ

અમરેલી-સાવરકુંડલા પંથકના કેરાણા-હાવડ કોઝવે પર મધ્યરાત્રિએ કાળજું કંપાવનારા દૃશ્યો સર્જાયા હતા. નદીના ધસમસતા તેજ પ્રવાહ વચ્ચે ૭ મુસાફરો ભરેલી એક ઇકો કાર ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. ફાયર ઓફિસરની આગેવાનીમાં જવાનોએ પોતાના જીવના જોખમે સતત ૩ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને તમામ ૭ લોકોને સુરક્ષિત બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.

Gujarat Rain Fury: અમરેલીના ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો, ૧૧થી વધુ ગામો હાઈ એલર્ટ પર

રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની તોતિંગ આવક થઈ રહી છે:

  • ધાતરવડી ડેમ-૨: સંપૂર્ણ ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા તેના ૬ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપુર અને ઉચેયા સહિતના ૮થી વધુ ગામોને સાવચેત રહેવા કડક સૂચના અપાઈ છે.
  • રાયડી ડેમ: ખાંભા તાલુકાનો આ ડેમ પણ ઓવરફ્લો થતાં કાંઠાના ગામો જેવા કે નાગેશ્રી, ચૌત્રા અને બારમણને હાઈ એલર્ટ પર રખાયા છે.
  • ધાતરવડી ડેમ-૧: આ ડેમ પણ ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Gujarat Rain Fury: ગીર ગઢડામાં ૩ કલાકમાં ૩ ઇંચ; સાતલડી નદીમાં ઘોડાપૂર

ગીર ગઢડાના સનવાવ ગામમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માત્ર ૩ કલાકમાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી ગામના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. અમરેલીના બગસરાના લૂંઘીયા ગામની સાતલડી નદીમાં મધ્યરાત્રિએ ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે. પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ મંદિર પાસે પણ ગીર જંગલના વરસાદને કારણે પાણીનો પ્રવાહ ભયજનક સપાટીએ વહી રહ્યો છે.

Gujarat Rain Fury: ઉના-ભાવનગર નેશનલ હાઈવે બંધ, હોટેલોમાં ઘૂસ્યા પૂરના પાણી

ઉના પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર ગાંગડા ગામ નજીક પૂરના પાણી ફરી વળતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર આવેલી પ્રખ્યાત તુલસી હોટેલ અને ભગીરથ હોટેલના પરિસરમાં માલણ નદીના પૂરના ધસમસતા પાણી ઘૂસી ગયા હતા.

બીજી તરફ, ઉના અને દીવની જીવાદોરી સમાન મધ્ય ગીરમાં આવેલો રાવલ ડેમ પ્રથમ વરસાદમાં જ ૭૦% ભરાઈ જતાં ગીર ગઢડાના ૭ અને ઉનાના ૧૧ મળી કુલ ૧૮ ગામોને નદી કિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે.

Gujarat Rain Fury: અમદાવાદમાં મોડીરાત્રે વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મોડીરાત્રે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે ગણતરીના કલાકોમાં જ શહેરના અનેક વિસ્તારોને પાણી-પાણી કરી દીધા હતા. એસ. જી. હાઈવે, વેજલપુર, જોધપુર, નહેરુનગર, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, સાણંદ, બોપલ અને શેલા સહિતના વિસ્તારોના રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

વહીવટી તંત્રની અપીલ: પૂરની ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક પ્રશાસને નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, પાણીના તેજ પ્રવાહ કે કોઝવે પરથી પસાર ન થવા અને નદી-નાળાના વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં મોટો ખતરો, સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે