HomeGujaratGujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની...

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ ખાબક્યો

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે પોતાનો પગપેસારો કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે 24 જૂને અમદાવાદ સહિત રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે.

ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં તે ગુજરાતના વધુ વિસ્તારોને આવરી લે તે માટે પરિસ્થિતિ એકદમ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Gujarat Monsoon

Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના આંકડા નીચે મુજબ છે:

  • વલસાડ જિલ્લો (સૌથી વધુ): ઉમરગામમાં 4.33 ઇંચ, કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ.
  • ડાંગ જિલ્લો: આહવા-ડાંગમાં 3.07 ઇંચ.
  • તાપી જિલ્લો: ઉકાઈમાં 1.1 ઇંચ.
  • સૌરાષ્ટ્ર (રાજકોટ): ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ અને કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ.
  • અન્ય વિસ્તારો: નર્મદાના સાગબારામાં 0.75 ઇંચ, પંચમહાલના જાંબુઘોડા અને છોટાઉદેપુરના કવાંટમાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદ, રાણપુર, સાવરકુંડલા અને જાફરાબાદમાં પણ હળવા ઝાપટાં પડ્યા છે.
Gujarat Monsoon

Gujarat Monsoon: આજે કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?

આજે 24 જૂને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે:

  1. ઉત્તર અને મધ્ય ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
  2. દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે.

અમદાવાદની સ્થિતિ: અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 40.4°C નોંધાયું છે, પરંતુ દિવસ દરમિયાન એકથી બે વાર ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.

Gujarat Monsoon

Gujarat Monsoon: ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી (25 જૂન)

આવતીકાલે 25 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરાઈ છે.

Gujarat Monsoon

Gujarat Monsoon: વરસાદ વચ્ચે ગરમીનો પારો: રાજકોટ સૌથી ગરમ

એકબાજુ વરસાદી માહોલ છે, તો બીજી તરફ હજુ પણ રાજ્યના કેટલાક શહેરોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં નોંધાયેલા મુખ્ય શહેરોના તાપમાન નીચે મુજબ છે:

Gujarat Monsoon
શહેરમહત્તમ તાપમાન
રાજકોટ40.5°C (રાજ્યનું સૌથી ગરમ શહેર)
અમદાવાદ40.4°C
સુરેન્દ્રનગર40.0°C
ડીસા39.6°C
વડોદરા38.6°C
ભુજ38.0°C

વરસાદના આગમનની સાથે જ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી સંપૂર્ણ રાહત મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકા પંચાયતનો જુનિયર ક્લાર્ક ₹૩,૦૦૦ની લાંચ લેતા ACBના સકંજામાં!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments