ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત

0
31

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો  છે.ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોનેસહાયની જાહેર કરવામાં આવી છે.માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે.ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. આ અંગે  રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ