Gujarat ATS:#GujaratATS, #ISISModule, #TerrorPlotFoiledગુજરાત ATSએ આજે મોટી સફળતા મેળવી છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ISIS સાથે જોડાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ગુપ્ત બાતમીના આધારે ATSએ આ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ત્રણેય શખ્સો દેશના વિવિધ ભાગોમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને હથિયારની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા.

Gujarat ATS:ATSના સૂત્રો અનુસાર ધરપકડ કરાયેલા શખ્સો બે અલગ-અલગ ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા છે. તેમની પાસે મળી આવેલી માહિતીના આધારે દેશના અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યે ATSની ટીમ આ મામલે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતો જાહેર કરશે.
Gujarat ATS:આતંકી નેટવર્કનો ફેલાવો
આ ઘટના પહેલાં ચાર મહિના અગાઉ ગુજરાત ATSએ અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલા ચાર શખ્સોને ઝડપ્યા હતા. એ પૈકી બે ગુજરાતના — અમદાવાદ અને મોડાસાના — હતા, જ્યારે બે દિલ્હી અને નોઈડાથી પકડાયા હતા. તેઓ સોશિયલ મીડિયા અને સસ્પેક્ટ એપ્લિકેશનો મારફતે અલકાયદાની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા.
અલકાયદા ની વિચારધારા ફેલાવતા હતા .

Gujarat ATS:AQISનું જોખમ હજી યથાવત
2020માં અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર ક્રિસ્ટોફર મિલરે જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકી હુમલાઓ કરવામાં સક્ષમ છે, જોકે 2019માં તેના ચીફ અસીમ ઉમરના મોત બાદ દક્ષિણ એશિયામાં તેની શક્તિ ઘટી છે.
ભારતના આતંકવાદ નિષ્ણાતોનું માનવું છે કે AQIS હજુ યુવાનોમાં ખાસ અસર કરી શક્યું નથી, પરંતુ ISISની નબળાઈ બાદ તે ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી શકે છે. તાજેતરમાં પયગંબર મુદ્દે થયેલા વિવાદ બાદ AQISએ ભારતને ધમકીભર્યો પત્ર જાહેર કર્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

ગુજરાત ATSની તત્પરતા
ગુજરાત ATS છેલ્લા કેટલાક મહિનાથી આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે. તાજેતરની આ ધરપકડ એ સાબિત કરે છે કે રાજ્યની સુરક્ષા એજન્સીઓ ગુપ્તચર માહિતીના આધારે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા માટે સજ્જ છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
cyber crime gujarat : ગુજરાતમાં સાયબર ફ્રોડના પૈસા પાકિસ્તાન મોકલાયા , મોટો ધડાકો




