Gujarat 2047: મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ઉદ્યોગ, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
રાજ્ય સરકારે વિકાસના પાંચ સ્તંભોને કેન્દ્રમાં રાખીને ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે, જે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાનું જણાવાયું છે.
Gujarat 2047: સેમિકન્ડક્ટરથી AI સુધી નવી નીતિઓ

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભવિષ્યના ઉદ્યોગો અને ટેકનોલોજી આધારિત ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે 19 નવી નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સ્પેસટેક, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોને વિકાસના નવા એન્જિન તરીકે આગળ ધપાવવામાં આવ્યા છે.
રાજ્યમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળવી પણ ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Gujarat 2047: રોકાણ માટે ગુજરાતનું વધતું કદ
ચાર Vibrant Gujarat Regional Conference (VGRC) દરમિયાન કુલ ₹17.4 લાખ કરોડના રોકાણ માટે MoU થયા હોવાનું જણાવાયું છે. આ રોકાણથી રાજ્યમાં નવા ઉદ્યોગો, રોજગારીની તકો અને ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
Gujarat 2047: ડિજિટલ ગવર્નન્સ પર ભાર
સરકાર દ્વારા શાસન વ્યવસ્થાને વધુ પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે ‘સુગમ ડિજિટલ ગુજરાત’, GRIT અને GARC જેવી પહેલોને આગળ ધપાવવામાં આવી છે. પેપરલેસ અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Gujarat 2047: જનકલ્યાણ યોજનાઓથી સીધો લાભ
સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓ, બાળકો અને માતાઓ સુધી સીધો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘નમો લક્ષ્મી’, ‘નમો સરસ્વતી’, ‘પૌષ્ટિક અલ્પાહાર’ અને ‘નમો શ્રી’ જેવી યોજનાઓને સામાજિક કલ્યાણના મહત્વપૂર્ણ પગલાં તરીકે રજૂ કરવામાં આવી છે.
વિકસિત ગુજરાત @2047નો રોડમેપ
રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત @2047’ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતને વર્ષ 2030ની Commonwealth Gamesની યજમાની માટે તૈયાર કરવાની દિશામાં પણ કામગીરી આગળ વધી રહી છે.
પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકાર દ્વારા વિકાસ અને સુશાસનને કેન્દ્રમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં નીતિગત અને માળખાકીય પહેલ કરવામાં આવી હોવાનો રાજ્ય સરકારનો દાવો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મગફળીનું વાવેતર વધ્યું છતાં નવો પાક બજારમાં મોડો : મર્યાદિત પુરવઠા અને વધેલા પિલાણ ખર્ચની અસર

