From Palanpur to Vadodara:ગુજરાત ATS દ્વારા આતંકી સંગઠનો સામે ચલાવવામાં આવી રહેલી મોટી કાર્યવાહીમાં હવે વડોદરા સુધી કનેક્શન લંબાયું છે. પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસના તાર વડોદરા સુધી પહોંચતા સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના પકડાયેલા આતંકીઓ વડોદરાની એક હોટલમાં રોકાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
From Palanpur to Vadodara: ATSની મોટી કાર્યવાહી અને ધરપકડ

ગુજરાત ATSએ અગાઉ બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૩ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. આ મામલે તપાસનો વ્યાપ વધારતા એજન્સીને મહત્વના પુરાવા મળ્યા હતા, જેના આધારે ATSની ટીમ મુખ્ય આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તપાસ અર્થે પહોંચી હતી.
From Palanpur to Vadodara: વડોદરાની ‘એમ્બેસેડર હોટલ’ સાથે કનેક્શન
તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓ અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘા વડોદરાની પ્રખ્યાત ‘એમ્બેસેડર હોટલ’ના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા.
- આતંકીઓએ વડોદરા રેલવે સ્ટેશન નજીક એક કાશ્મીરી આતંકી સાથે જૈશ-એ-મોહમ્મદની ગુપ્ત બેઠક યોજી હતી.
- આ મિટિંગનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને આતંકી સંગઠનમાં જોડવાનો અને તેમની વચ્ચે કટ્ટરપંથી વિચારો ફેલાવવાનો હતો.
- આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સક્રિય રહીને કટ્ટરપંથી સાહિત્ય અને ભડકાઉ વીડિયો શેર કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
From Palanpur to Vadodara: હોટલ મેનેજરનું નિવેદન

આ સમગ્ર મામલે ‘એમ્બેસેડર હોટલ’ના મેનેજર સફવાન શાજીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે:
“આંતકી અમારી હોટેલ માં આવ્યા હોવાની વાતને લઈ અમે સંપૂર્ણપણે અજાણ હતા. ATSની ટીમ આતંકીને લઈને અહીં આવી હતી. તે લોકો સર્વન્ટ રૂમમાં આવી ફ્રેશ થઈને જતા રહ્યા હતા અને ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. અમારો એક છોકરો અહીં નોકરી કરતો હતો અને આરોપી તેના ગામનો હોવાથી સીધો સર્વન્ટ રૂમ પર પહોંચ્યો હતો. તે સવારે 8 વાગ્યે આવીને જતો રહ્યો હતો. સવારના સમયમાં અમે ઘરે હોવાથી અમને ખ્યાલ ન હતો. જે છોકરો આવ્યો હતો તે અજાણ્યો હતો અને જે સ્ટાફનો યુવક હતો તે રજા પર હતો. ATSએ અમારા સ્ટાફને કોઈ પૂછપરછ કે સવાલો કર્યા નથી, અમે તે વ્યક્તિને પહેલી વખત જોયો હતો.”
રાજ્યમાં આતંકી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ATS અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતના વિવાદાસ્પદ DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓ વધી: જાહેરમાં મારઝૂડ મામલે ગુજરાત હાઈકોર્ટે લીધો ‘સુઓમોટો’




