HomeDeshForex Reserves Under Pressure: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો, ત્રણ અઠવાડિયામાં $38...

Forex Reserves Under Pressure: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો, ત્રણ અઠવાડિયામાં $38 અબજ ઘટ્યા

Forex Reserves Under Pressure: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહે મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના આંકડા મુજબ 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ $18.343 અબજ ઘટીને $747.557 અબજ રહ્યું છે. આ ઘટાડા સાથે છેલ્લા ત્રણ સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં કુલ $38.148 અબજનો ઘટાડો નોંધાયો છે.

Forex Reserves Under Pressure: ફોરેન કરન્સી એસેટ્સમાં પણ ઘટાડો

Forex Reserves Under Pressure

આ સપ્તાહ દરમિયાન ભારતના ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં $15.57 અબજનો ઘટાડો થયો હતો. FCA ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારનો સૌથી મોટો હિસ્સો છે. અગાઉના સપ્તાહમાં પણ તેમાં ઘટાડો નોંધાયો હતો.

Forex Reserves Under Pressure: ગોલ્ડ રિઝર્વમાં $2.59 અબજનો ઘટાડો

RBIના આંકડા પ્રમાણે સપ્તાહ દરમિયાન ભારતના ગોલ્ડ રિઝર્વની કિંમતમાં $2.591 અબજનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય રિઝર્વ એસેટ્સમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

Forex Reserves Under Pressure

સપ્ટેમ્બરની શરૂઆતમાં રિઝર્વ ઉચ્ચ સ્તરે હતું

4 સપ્ટેમ્બરે ભારતનું ફોરેક્સ રિઝર્વ $785.706 અબજના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ત્યાર બાદના અઠવાડિયાઓમાં સતત ઘટાડો નોંધાતા હવે રિઝર્વ $747.557 અબજ પર આવી ગયું છે. ફોરેક્સ રિઝર્વમાં થતા ફેરફારો દેશની બાહ્ય નાણાકીય સ્થિતિ અને વિદેશી ચલણ બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થતાં જ ગિલનો શંખનાદ: “2023ની હારનું અધૂરું કામ પૂરું કરવાનું છે”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments