Flood Fury in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૧૫ ઇંચ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Flood Fury in Gujarat: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે બંધ અને ડાઈવર્ઝન
ભારે વરસાદ અને બાવળા પાસે ગેલોપ્સ પાર્ક નજીક સર્જાયેલી ગંભીર પૂરની સ્થિતિને કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
- ડાઈવર્ઝન: તંત્ર દ્વારા વાહન-વ્યવહાર માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.
- રેસ્ક્યૂ ઓપરેશન: પાણીમાં ફસાયેલા ૯૦૦ જેટલા લોકોને બચાવવા પોલીસ અને એસડીઆરએફ (SDRF) ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Flood Fury in Gujarat: ક્યાં કેટલો વરસાદ? (છેલ્લા ૨૪ કલાકના આંકડા)
- સાંતલપુર (પાટણ): ૧૫ ઇંચ
- રાધનપુર (પાટણ): ૧૩.૪૬ ઇંચ
- ભાભર (વાવ-થરાદ): ૧૧.૩૦ ઇંચ
- દિયોદર: ૧૦.૮૩ ઇંચ
- નડિયાદ (ખેડા): ૧૦.૩૧ ઇંચ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (૨૫ જુલાઈ) રાજ્યના ૭ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ અને ૧૨ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Flood Fury in Gujarat: દુર્ઘટનાઓ અને રાહત-બચાવ કામગીરી
- ઊંઝામાં કરૂણ મોત: ઊંઝાના ઉમિયાનગર વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે ઘર પાસે આવેલું ઝાડ છાપરા પર પડતા રમીલાબેન બદ્રીલાલ કથોડી (ઉં.વ. ૩૮) નામના શ્રમજીવી મહિલાનું દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
- વિરપુર કાર દુર્ઘટના: ૨૪ જુલાઈના રોજ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા ૭૦ વર્ષીય ભીખાભાઈ ધનજીભાઈ ડોબરીયાનો ૨૬ કલાકની ભારે જહેમત બાદ થોરાળા ડેમમાંથી નિર્જીવ દેહ મળી આવ્યો છે.
- બોટાદમાં રિક્ષાચાલક લાપતા: બોટાદના બરવાળા ખાતે ખાંભડા ડેમનો દરવાજો ખોલાતાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા અને ચાલક તણાયા હતા. ૧૨ કલાક વીતવા છતાં ચાલકનો પત્તો ન લાગતા ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.
- સાંતલપુરમાં સાહસિક રેસ્ક્યૂ: સાંતલપુરના ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના તેજ વહેણમાં કાર બંધ પડી જતાં ૮ મુસાફરો ફસાયા હતા, તેમણે સ્થાનિક યુવાનો અને પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પાટડીના કોચાડા ગામે મધરાતે બોટ દ્વારા ૬ લોકોને બચાવાયા હતા.
- નવસારીમાં સમીક્ષા બેઠક: નવસારીમાં પૂરગ્રસ્તો માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા હાઈલેવલ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ૫૦ હજારથી વધુ પ્રભાવિત લોકોને ત્વરિત સહાય અને રોગચાળો અટકાવવા અંગે ચર્ચા કરાઈ હતી.

Flood Fury in Gujarat: ડેમ અને જળસપાટીના સમાચાર
સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ નર્મદા કેનાલના વધારાના પાણીના કારણે ૧૦૦% ભરાઈ ગયો છે. આથી નીચાણવાળા વિસ્તારો અને વઢવાણ સહિતના ૧૪થી વધુ ગામોના લોકોને નદીકિનારે ન જવા અને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, સાંતલપુરમાં 14 ઈંચ ખાબક્યો; રાજ્યમાં કુલ 8 લોકોના મોત




