HomeDeshFake IAS Officer:મહાઠગનો પર્દાફાશ: નકલી IAS બની 25 વાર લગ્ન કર્યા, ગાડી...

Fake IAS Officer:મહાઠગનો પર્દાફાશ: નકલી IAS બની 25 વાર લગ્ન કર્યા, ગાડી પર ‘ભારત સરકાર’ લખાવી આખા પરિવારને છેતર્યો!

Fake IAS Officer:સમાજમાં લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાની જાતને IAS ઓફિસર ઓળખાવી 25 જેટલી યુવતીઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કરનાર એક મહાઠગની પોલ ખુલી છે. ગાડી પર ‘ભારત સરકાર’ લખાવી અને સાથે પર્સનલ આસિસ્ટન્ટ રાખીને ફરતા આ ઠગના કારણે અનેક પરિવારોની ખુશીઓ રોળાઈ ગઈ છે.

Fake IAS Officer:કેવી રીતે શરૂ થઈ છેતરપિંડીની જાળ?

Fake IAS Officer

મૂળ ઇટાવાનો રહેવાસી પ્રીતમ કુમાર નિષાદ સોશિયલ મીડિયા અને જ્ઞાતિના ગ્રુપમાં પોતાની પ્રોફાઇલ ‘IAS અધિકારી’ તરીકે રજૂ કરતો હતો. તેણે ગોરખપુરના એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી સાથે સંબંધ નક્કી કર્યો હતો. છોકરીના પિતા પેરાલાઈઝ્ડ હોવાથી તેઓએ દીકરીનું ભવિષ્ય સુરક્ષિત જોઈ આ સંબંધ સ્વીકાર્યો હતો.

Fake IAS Officer:મોટો માભો અને 15 લાખનો ચૂનો

  • વીડિયો દ્વારા ભરોસો: ઠગે એક યૂટ્યુબ ચેનલનો જૂનો ઈન્ટરવ્યુ બતાવીને પરિવારને વિશ્વાસમાં લીધો કે તે મણિકપુરમાં SDM તરીકે તહેનાત છે.
  • લક્ઝરી સ્ટાઈલ: લગ્નના થોડા દિવસ પહેલા તે સરકારી લખાણવાળી ગાડી અને આસિસ્ટન્ટ સાથે સાસરીમાં પહોંચ્યો હતો.
  • દહેજની લાલચ: શરૂઆતમાં દહેજની ના પાડનાર ઠગે લગ્નમાં મોટા અધિકારીઓ આવવાના છે તેમ કહી ખર્ચના બહાને પરિવાર પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
Fake IAS Officer

Fake IAS Officer:લગ્નના દિવસે જ ફૂટ્યો ભાંડો

11 માર્ચ 2026ના રોજ લગ્ન સંપન્ન થયા, પરંતુ વિદાય વખતે વરરાજાના ગામના લોકોના ફોન આવવા લાગ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રીતમ કોઈ IAS નથી પણ એક સામાન્ય કંપનીનો કર્મચારી છે અને અગાઉ પણ અનેક યુવતીઓ સાથે આવી છેતરપિંડી કરી ચૂક્યો છે.

સાસરે પહોંચતા જ સત્ય સામે આવ્યું

Fake IAS Officer

જ્યારે પીડિત પરિવાર ઇટાવા પહોંચ્યો ત્યારે સત્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. જે આલીશાન જીવનની વાતો કરતો હતો, તેના ઘરમાં શૌચાલયની પણ સુવિધા નહોતી. ભાંડો ફૂટતા જ ઠગે સ્વીકાર્યું કે તે IAS નથી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે આ નરાધમે અત્યાર સુધીમાં 25 વાર લગ્ન કર્યા છે.

“મારી દીકરીનું જીવન બરબાદ કરનારને કડક સજા મળવી જોઈએ. અમે તેને મોટો સાહેબ સમજીને ફસાઈ ગયા.” – પીડિત પિતા

આ પણ વાંચો :23 માર્ચથી રાજ્યોને 20% વધુ ગેસ મળશે, હોટલ-રેસ્ટોરન્ટ અને મજૂરોને મળશે પ્રાથમિકતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments