એલોન મસ્કે ગાઝાને મદદની કરી જાહેરાત,ઈઝરાયેલે આપી ધમકી

0
196
એલોન મસ્કે ગાઝાને મદદની કરી જાહેરાત,ઈઝરાયેલે આપી ધમકી
એલોન મસ્કે ગાઝાને મદદની કરી જાહેરાત,ઈઝરાયેલે આપી ધમકી

એલોન મસ્કે ગાઝાને મદદની કરી જાહેરાત કરી છે.ત્યારે ઈઝરાયેલે પણ એલોન મસ્કને ધમકી આપી છે.ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીની લડાઈ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ગઈકાલે રાત્રે ગાઝા પટ્ટીમાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં માનવીય રાહત પુરી પાડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દરમિયાન, એલોન મસ્કે તેની X પોસ્ટમાં વચન આપ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી રાહત માટે તેની સ્ટારલિંક ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે સ્ટારલિંક મસ્કની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડિંગ કંપની છે, જેના ડેવલપમેન્ટમાં તેની પોતાની સ્પેસ ફ્લાઈટ કંપની SpaceX નો મોટો ફાળો છે. જો કે સ્ટારલિંક સેટેલાઇટનું આયુષ્ય 5 વર્ષનું છે, પરંતુ હાલમાં SpaceX પાસે અવકાશમાં લગભગ 42 હજાર ઉપગ્રહો છે, જેના દ્વારા તે ગમે ત્યાં તેની ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડી શકે છે.પેલેસ્ટિનિયન પ્રદેશ પર ઇઝરાયેલના ભારે બોમ્બમારો વચ્ચે શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેટ ઍક્સેસ અને ફોન નેટવર્ક સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું હતું. પેલેસ્ટિનિયન ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઈડર જવવાલ દ્વારા સંચાર બ્લેકઆઉટની પુષ્ટિ કરવામાં આવી હતી. ” ભારે બોમ્બમારાથી ગાઝાને બહારની દુનિયા સાથે જોડતા બાકીના તમામ આંતરરાષ્ટ્રીય માર્ગો નાશ પામ્યા છેઅબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ તાજેતરમાં જ ગાઝા પટ્ટીમાં લોકોને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડવાની ઓફર કરી હતી, જે યુદ્ધના વિનાશનો સામનો કરી રહી છે. હવે ઇઝરાયલે ઇલોન મસ્કને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો મસ્ક આવું કરશે તો ઇઝરાયેલ મસ્કની કંપની સ્ટારલિંક સાથેના તમામ સંબંધો તોડી નાખશે. ઈઝરાયેલે એમ પણ કહ્યું કે તે હમાસ સામેની લડાઈમાં દરેક માધ્યમનો ઉપયોગ કરશે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ