ડુંગળીના સતત વધતા ભાવથી દિલ્હીવાસીઓના આંખમાં આંસુ

1
46
દિલ્હી : ડુંગળીના સતત વધતા ભાવથી નાગરિકોના આંખમાં આવ્યું પાણી
દિલ્હી : ડુંગળીના સતત વધતા ભાવથી નાગરિકોના આંખમાં આવ્યું પાણી

ડુંગળીના સતત વધતા ભાવથી લોકો પરેશાન છે . દેશભરમાં તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે ડુંગળીના સતત વધતા ભાવ દિલ્હી વાસીઓના આંખમાં પાણી લાવી રહ્યા છે. એક તરફ ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી છે ત્યારે બટાટા સહિત ટામેટાનાભાવ પણ વધી રહ્યા છે. હવે સામાન્ય માણસની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. ગરીબ વર્ગની કસ્તુરી મોંઘી બનતા જ રાજ્ય સરકાર વિશેષ વ્યવસ્થા કરી છે. કારણકે શહેરના શાકમાર્કેટમાં હાલ 80 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. દિલ્હી – એનસીઆર વિસ્તારમાં લગભગ 400 જેટલા રીટેઈલ સ્ટોર પર ડુંગળી 67 થી 70 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે ત્યારે જૂની દિલ્હી સહિતના વિસ્તારોમાં 70 થી 80 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. ઓનલાઈન ડુંગળીનું વેચાણ જોઈએ તો એ પોર્ટલ પર લગભગ 67 રૂપિયે પ્રતિ કિલોના ભાવથી લોકો ખરીદી રહ્યા છે . દિલ્હી સરકાર અલગ અલગ જગ્યાએ રૂપિયા 25 પ્રતિ કિલોના ભાવથી સસ્તા દરે વેચાણ શરુ કર્યું છે પરંતુ મોટા ભાગના દિલ્હીવાસીઓ આ ડુંગળી ખરીદવાથી વંચિત છે કારણકે મોટી લાઈનો , બરોબર વેચાઈ જતી ડુંગળીની ફરિયાદો પણ મળી રહી છે. એનસીઆરના મધર ડેરી વિસ્તારમાં 56 રૂપિયે પ્રતિ કિલો ડુંગળી મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસો થી 67 રૂપિયે કિલો વેચાઈ રહી છે. વધતા સતત ભાવો જોઇને સરકારે રાહત દરે ડુંગળી વેચવાનો નિર્ણય કર્યો છે.

ડુંગળી કેમ મોંઘી બની ? જાણો કારણ

ડુંગળીના સતત વધતા ભાવથી લોકો પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના 27 રાજ્યોમાં 1.7 લાખ ટન ડુંગળી મોકલવામાં આવી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ રોહિત કુમારના નિવેદન પ્રમાણે સરકાર છેલ્લા ઓગસ્ટ મહિનાથી વધતા જતા ભાવોને નિયંત્રણ કરવાની કોશિશ કરી રહી છે. વધુ ભાવ વધારો ન થાય તે માટે નાગરિકોને 25 રૂપિયે ડુંગળી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડુંગળી દિલ્હી સહિતના 22 રાજ્યો ને અનામત સ્ટોક થી મોકલવામાં આવી છે . ભાવ વધવાના કારણો જણાવતા તેમણે કહ્યું કે વાવણીમાં વિલંબ , દેશમાં થયેલો વ્યાપક વરસાદથી પાકમાં નુકશાન જવાબદાર છે. આ ઉપરાંત સંગ્રહખોરો પણ અ તકનો લાભ લઇ રહ્યા છે. સચિવે જણાવ્યું કે હવામાન સંબધિત કારણોસર ખરીફ પાકોની વાવણીમાં વિલંભ થઇ રહ્યો છે અને જેની સીધી અસર ડુંગળીના પાક પર પડી છે અને ડુંગળીની આવક ઘટી છે. ખરીફ ડુંગળીનો નવો સ્ટોક બજારમાં ન આવે ત્યાં સુધી ભાવ ઘટવાની રાહ જોવું પડશે. આ ઉપરાંત રવિ સિઝનમાં ડુંગળીનો સ્ટોક ઓછો હતો તે પણ એક મોટું કારણ છે.

અધિકારીનું કહેવું છે કે ડુંગળી એક્સપોર્ટ પર અંકુશ લાવવાથી પણ ભાવ સ્થિર થઈ શકે છે. ડુંગળીની આવક મહારાષ્ટ્રમાં નાસિક ની આજુબાજુ, હુગલીની ડુંગળી આવે છે.. આગામી એક મહિના દરમિયાન  ડુંગળીના ભાવ વધતા  જોવા મળશે.અને નવી આવક બજારમાં આવતા ભાવ ઉતરતા જોવા મળશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.