Home Breaking News Electoral Bonds Chennai Super Kings : માહીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ચૂંટણી...

Electoral Bonds Chennai Super Kings : માહીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ચૂંટણી બોન્ડમાં આ પાર્ટીને આપ્યું દાન

0
484
Electoral Bonds Chennai Super Kings
Electoral Bonds Chennai Super Kings

Electoral Bonds Chennai Super Kings : ઈલેક્ટોરલ બોન્ડના ખુલાસા બાદ આ મામલે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. બોન્ડની વિગતો પરથી એ પણ જાણી શકાય છે કે કયા રાજકીય પક્ષોને કઇ કંપનીઓ દ્વારા અને ક્યારે ઇલેક્ટોરલ બોન્ડના નામે ફંડ આપવામાં આવ્યું હતું. હવે આ મામલે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સનું નામ પણ સામે આવ્યું છે, જેણે રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્યું છે. વાસ્તવમાં, ચેન્નઈ સુપર કિંગ્સનું સંચાલન ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવે છે, જેની મૂળ કંપની ઈન્ડિયા સિમેન્ટ છે.

Electoral Bonds Chennai Super Kings

Electoral Bonds Chennai Super Kings :  AIDMKને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જંગી નાણાં આપ્યા

Electoral Bonds Chennai Super Kings

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. એમએસ ધોનીની ટીમની માલિકી ધરાવતી આ કંપનીએ તમિલનાડુના AIDMK (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જંગી નાણાં આપ્યા છે. એક અહેવાલ અનુસાર, AIADMKને ઈલેક્ટોરલ બોન્ડના નામે 6.05 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી મોટા ભાગના ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઈન્ડિયા સિમેન્ટ) પાસેથી આવ્યા છે.

Electoral Bonds Chennai Super Kings :  ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવે આપી જાણકારી

ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે બે દિવસમાં AIDMKને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ 2 થી 4 એપ્રિલ 2019 વચ્ચે આપવામાં આવી હતી. જો કે, તે પછી પાર્ટીને CSK ક્રિકેટ લિમિટેડ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લક્ષ્મી મશીન વર્ક્સ લિમિટેડ પાસેથી 1 કરોડનું દાન તેમજ ચેન્નઈના ગોપાલ શ્રીનિવાસન તરફથી 5 લાખ રૂપિયા ડોનેશન તરીકે મળ્યા હતા. યોગાનુયોગ પાર્ટીએ 2019 અને 2023માં આ માહિતી આપી હતી.

Electoral Bonds Chennai Super Kings :  ડીએમકેને 656.6 કરોડ મળ્યા

Electoral Bonds Chennai Super Kings

તમિલનાડુની પાર્ટી ડીએમકેને લઈને પણ કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. ડીએમકેને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 656.6 કરોડ મળ્યા હતા. ડીએમકેનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા તેને મળેલા 656.6 કરોડ રૂપિયામાંથી 509 કરોડ ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ દ્વારા પ્રાપ્ત થયા છે. આ રીતે ડીએમકેને મળેલા કુલ રાજકીય દાનમાં આ હિસ્સો 77 ટકાથી વધુ છે. આ કંપનીના માલિક સેન્ટિયાગો માર્ટિનની ED દ્વારા તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે