Kajal Hindustani Statement : કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદાર સમાજમાં રોષ, મોરબીમાં નોંધાઈ ફરિયાદ  

0
68
Kajal Hindustani Statement
Kajal Hindustani Statement

Kajal Hindustani Statement: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા. જોકે બાદમાં તેમણે માફી માગી લીધી હતી, ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

Kajal Hindustani Statement

Kajal Hindustani Statement:  કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વીડિયોથી પાટીદાર સમાજમાં વિરોધના સુર ઉઠ્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયા બાદ મનોજ પનારા સહિતના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે મોરબી એ ડીવીઝનમાં ફરીયાદ પણ નોંધાવી છે. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે, કાજલ હિન્દુસ્તાની ભાષાની મર્યાદા રાખે.

Kajal Hindustani Statement  : મોરબીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

Kajal Hindustani Statement

કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.  

Kajal Hindustani Statement  : વિડીઓમાં કાજલ હિન્દુસ્તાની શું કહે છે ?

Kajal Hindustani Statement

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. 

Kajal Hindustani Statement  : કોણ છે કાજલ હિન્દુસ્તાની?

કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટર બાયો અનુસાર, તેણી પોતાને એક ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને “ગૌરવપૂર્ણ ભારતીય” તરીકે વર્ણવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે. તે જામનગર, ગુજરાતની રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમોમાં ભાગ લેતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે.

કાજલ હિન્દુસ્તાનીનું પહેલાનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને ‘ગુજરાતની સિંહણ’ કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાજલ જયહિંદના નામે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બનાવ્યું છે.તમને જણાવી દઈએ કે પીએમ મોદી, બીજેપી નેતા તેજિંદર બગ્ગા, કપિલ મિશ્રા વગેરે પણ કાજલને ટ્વિટર પર ફોલો કરે છે.

કાજલ હિન્દુસ્તાનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તે હિંદુ હિતો વિશે પોતાનો અવાજ ઉઠાવે છે. તેણી હંમેશા પોતાના નિવેદનો અને પોસ્ટ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે. જ્યારથી તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમની જલ્દીથી મુક્તિની માંગ કરી રહ્યા છે.     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો