Home State Gujarat Death Before Hospital: મોરબી હાઇવે લોહીયાળ બન્યો ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા...

Death Before Hospital: મોરબી હાઇવે લોહીયાળ બન્યો ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ કાળનો ભેટો, AAP નેતા સહિત એક જ ગામના 5ના મોત

0
146
Death Before Hospital
Death Before Hospital

Death Before Hospital: મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં પૂરઝડપે આવી રહેલી કિયા કાર રોડ ક્રોસ કરી રહેલા એક ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સદસ્ય સહિત કુલ ૫ લોકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે.

Death Before Hospital: ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતા નડ્યો કાળમુખો અકસ્માત

Death Before Hospital

આ દુર્ઘટના પાછળની કહાની ખૂબ જ કરુણ છે. રણછોડગઢ ગામના ૨૪ વર્ષીય યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું. પરેશને ઇજા થઈ હોવાના સમાચાર મળતા જ તેના પિતા દિલીપભાઈ અને ગામના અન્ય આગેવાનો તાત્કાલિક કિયા કાર લઈને તેને લેવા પહોંચ્યા હતા.

પરેશને કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન ચરાડવા ગામ નજીક એક પેટ્રોલ પંપની સામે કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી. જે બાઈક ચાલક પરેશને બચાવવા પરિવાર નીકળ્યો હતો, તેને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ કાળ આંબી ગયો હતો.

Death Before Hospital: JCBની મદદથી પતરા કાપીને લાશો બહાર કઢાઈ

Death Before Hospital

ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ ૭ લોકો અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી (JCB) બોલાવવું પડ્યું હતું. જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને અને કાપીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ૨ લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

Death Before Hospital: આપ (AAP) નેતા સહિત ૫ ના મોતથી રણછોડગઢ ગામ હિબકે ચડ્યું

Death Before Hospital

આ અકસ્માતમાં આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢેયાનું પણ મોત નીપજ્યું છે. એક જ ગામના ૫ આશાસ્પદ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર રણછોડગઢ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

આજે ગામમાં પાંચેય મૃતકોની એકસાથે સ્મશાનયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. આ અંતિમયાત્રામાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

Death Before Hospital: મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી

Death Before Hospital
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકો:
  1. સુરેશ વિશાભાઈ સિહોરા (ઉંમર: ૪૭ વર્ષ)
  2. વિરમ ભીમાભાઇ દઢેયા (ઉંમર: ૨૮ વર્ષ)
  3. પરેશ દિલીપભાઈ દઢેયા (ઉંમર: ૨૪ વર્ષ – જેનું બાઈક સ્લીપ થયું હતું)
  4. પ્રેમજીભાઈ દઢેયા (ઉંમર: ૫૯ વર્ષ – તાલુકા પંચાયત સદસ્ય)
  5. ભરત પ્રભુભાઈ દઢેયા (ઉંમર: ૩૯ વર્ષ)
હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્તો:
Death Before Hospital
Death Before Hospital
  • પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉંમર: ૨૫ વર્ષ)
  • દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉંમર: ૫૯ વર્ષ – મૃતક પરેશના પિતા)

હાલમાં બંને ઇજાગ્રસ્તો મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલી રહ્યા છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યું, ‘બેટી બચાવો’ના નારા વચ્ચે દીકરીનો આક્રોશ– “જગ્યા નથી, ક્યાં ભણું? રોડ પર?”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે