HomeGujaratCrime Running in Blood: દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર...

Crime Running in Blood: દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાજકોટમાંથી રિવોલ્વર સાથે ઝડપાયો

Crime Running in Blood: ગુજરાતના ગુનાખોરી જગતમાં જેનું નામ જાણીતું છે તેવા અમદાવાદના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પરિવારની ત્રીજી પેઢી પણ ગુનાખોરીના રસ્તે ચડી ચૂકી છે. કિશોર લંગડાનો ૧૮ વર્ષનો પૌત્ર આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર ગેરકાયદે હથિયાર સાથે રાજકોટમાંથી ઝડપાયો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની નાર્કોટિક્સ સેલની ટીમે તેની અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Crime Running in Blood: ન્યારી ડેમ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયા

Crime Running in Blood

૧૬ મેના રોજ રાજકોટ એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ન્યારી ડેમ મેઇન રોડ નજીક એક શંકાસ્પદ કાર (નંબર: GJ-01-KW-0007) પાર્ક કરેલી જોવા મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી આદિત્યસિંહ રાઠોડ અને ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર (ઉં.૨૦) મળી આવ્યા હતા. ઝડતી લેતા તેમની પાસેથી જર્મન બનાવટની એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો. પોલીસે હથિયાર, કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Crime Running in Blood: ગુનાહિત ઇતિહાસ: ૧૮ની ઉંમરે પાંચથી વધુ ગંભીર ગુના

Crime Running in Blood

આદિત્યસિંહ રાઠોડ નાની ઉંમરે જ અત્યંત રીઢો ગુનેગાર બની ચૂક્યો છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે:

  • GLS કોલેજ બહાર હત્યાનો પ્રયાસ: ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદની GLS કોલેજ નજીક એક વિદ્યાર્થી પર આદિત્ય અને તેના મિત્રોએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ૧૩ મેના રોજ નવરંગપુરા પોલીસે આ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવીને તેનો વરઘોડો પણ કાઢ્યો હતો, છતાં તેને કોઈ પસ્તાવો નહોતો.
  • શાહીબાગ હિટ એન્ડ રન (હત્યા): અંદાજે ૯ મહિના પહેલા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આદિત્યએ પૂરપાટ ઝડપે મોંઘીદાટ કાર ચલાવીને એક નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
  • અન્ય ગુના: અમદાવાદના ‘એફ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બે ગુના અને ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુના નોંધાયેલા છે.

લોહીમાં જ ગુનાખોરી: દાદા અને પિતા પણ લિસ્ટેડ બૂટલેગર

Crime Running in Blood

આદિત્ય રાઠોડના દાદા કિશોરસિંહ રાઠોડ (કિશોર લંગડો) અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. જ્યારે તેનો પિતા દિલીપસિંહ પણ બૂટલેગિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આદિત્ય સોશિયલ મીડિયા પર રોફ જમાવવા અને ક્રેઝ ઊભો કરવા માટે હથિયારો સાથે ગાડીઓમાં વીડિયો બનાવવાનો પણ શોખીન છે. જામીન પર બહાર આવતાની સાથે જ ફરી હથિયાર સાથે પકડાતા પોલીસ હવે તેની સામે વધુ કડક કાયદાકીય ગાળિયો કસવાની તૈયારી કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં કાળમુખો બ્લાસ્ટ ફેબ્રિકેશન કામ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો, યુવકનું મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments