Home State Gujarat Tragedy in Vadodara: વડોદરામાં કાળમુખો બ્લાસ્ટ ફેબ્રિકેશન કામ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે...

Tragedy in Vadodara: વડોદરામાં કાળમુખો બ્લાસ્ટ ફેબ્રિકેશન કામ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો, યુવકનું મોત

0
277
Tragedy in Vadodara
Tragedy in Vadodara

Tragedy in Vadodara: સંસ્કારી નગરી વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે. લક્ષ્મીપુરામાં આવેલા રડીયાત બા નગરમાં ફેબ્રિકેશન કામગીરી દરમિયાન અચાનક એક ઓક્સિજન સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. આ ભયાનક બ્લાસ્ટમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ધડાકાની તીવ્રતાના કારણે એક આખી દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ અચાનક સર્જાયેલી આફતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy in Vadodara: સારવાર મળે તે પહેલાં જ યુવકે દમ તોડ્યો

Tragedy in Vadodara

મળતી માહિતી અનુસાર, રડીયાત બા નગરમાં ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ ધડાકાની ચપેટમાં આવતા ત્યાં કામ કરી રહેલો મુકેશગીરી નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે તેનો ઘા એટલો ઊંડો હતો કે તબીબો સારવાર શરૂ કરે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

Tragedy in Vadodara: બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખી દીવાલ ધરાશાયી થઈ

84028455 f44d 47a1 b95a 0e746edb4e37

આ અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સિલિન્ડર ફાટવાનો અવાજ ઘણો દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટના પ્રેશરના કારણે ઘટનાસ્થળની એક દીવાલ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ

ઘટનાની ગંભીરતાને જોતાં જ લક્ષ્મીપુરા પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આખી ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વિગતવાર તપાસ શરૂ કરી છે. ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો, ગેસ લીકેજ હતો કે કોઈ અન્ય ખામી, તે અંગે એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કાળમુખી દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે દહેશત અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર માટે અંહી ક્લિક કરો: ભારત પર મોટું સંકટ મે-જુલાઈમાં સક્રિય થશે ‘સુપર અલ નીનો’, નબળા ચોમાસા અને ભીષણ દુષ્કાળની આશંકા!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે