HomeBreaking NewsCongress : કોંગ્રેસની વધી મુશ્કેલી, આવકવેરા વિભાગે મોકલી 1700 કરોડની નોટીસ

Congress : કોંગ્રેસની વધી મુશ્કેલી, આવકવેરા વિભાગે મોકલી 1700 કરોડની નોટીસ

Congress : કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. દિલ્હી હાઇ કોર્ટ તરફથી પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ વિરુદ્ધ પાર્ટીની અરજી ફગાવ્યાના થોડા કલાકો બાદ આવકવેરા વિભાગે પાર્ટીને 1,700 કરોડ રૂપિયાની નોટિસ પકડાવી છે. કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ આ ઘટનાક્રમની જાણકારી આપી છે. આ નોટિસ મૂલ્યાંકન વર્ષ 2017-18 અને વર્ષ 2020-21 માટે આપવામાં આવી છે અને તેમાં દંડ અને વ્યાજ પણ સામેલ છે. આ અગાઉ ગુરુવારે દિલ્હી હાઇ કોર્ટે પાર્ટીને ઝટકો આપ્યો હતો.

Congress

Congress : કોર્ટે ટેક્સ અધિકારીઓ તરફથી તેમની વિરુદ્ધ 4 વર્ષની અવધિ માટે ટેક્સ પુનર્મૂલ્યાકન પ્રોસિડિંગ શરૂ કરવાને પડકાર આપતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. દિલ્હી હાઇ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, કોંગ્રેસમાં ખાતામાં ઘણી બેહિસાબ લેવડ-દેવડ હતી. તેના આધાર પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં કેસ આંકલન વર્ષ 2017 થી 2021 સુધીનો છે.

Congress

Congress : કોંગ્રેસને આવકવેરા વિભાગનો ઝટકો

Congress : કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી હાઇ કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં વર્ષ 2014-15, 16 અને 17 સુધી આવકવેરા વિભાગ તરફથી પુનર્મૂલ્યાંકન કાર્યવાહીને પણ પડકાર આપ્યો હતો. તેમાં આવકવેરા વિભાગનું કહેવું હતું કે રેકોર્ડ પર ઉપસ્થિત સામગ્રી એ દેખાડવા માટે પૂરતી છે કે પાર્ટીની બચેલી આવક 520 કરોડ રૂપિયાથી વધુ છે.

Congress

દિલ્હી હાઇ કોર્ટે આ અગાઉ 3 વર્ષ માટે આવકવેરા વિભાગની ટેક્સ પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ વિરુદ્ધ અરજી ફગાવી હતી. કોંગ્રેસે પુનર્મૂલ્યાંકન કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંધવીનું કહેવું હતું કે, ટેક્સ પુનર્મૂલ્યાંકન કાર્યવાહી પર સમયસીમા લાગૂ થાય છે. આવકવેરા વિભાગ વધુમાં વધુ 6 મૂલ્યાંકન વર્ષો સુધી જ કરી શકાય છે. પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ આવકવેરા કાયદાના પ્રાવધાનો વિરુદ્ધ કરવામાં આવી રહી છે.

Congress :આવકવેરા વિભાગ પહેલા જ કોંગ્રેસ પાર્ટીની દિલ્હી સ્થિત બેંક ખાતામાંથી 135 કરોડ વસૂલી ચૂક્યો છે. 2018-19 માટે કોંગ્રેસ જરૂરી શરત પૂરી કરી શકી નહોતી. કોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે, 520 કરોડ રૂપિયાના એસેસમેન્ટ સામેલ નહોતા. અલગ અલગ જગ્યાએ છાપેમારીથી આવકવેરા વિભાગને ઘણા એવા પુરાવા મળ્યા, જેનથી સ્પષ્ટ થાય છે કે કેશના માધ્યમથી લેવડ-દેવડ થઈ હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments