Escalation at the Border: ભારતની સરહદને અડીને આવેલા અત્યંત સંવેદનશીલ એવા સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા પોતાની સૈન્ય ગતિવિધિઓ અને ઘૂસણખોરીના પ્રયાસોમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ચીન અને તુર્કીની મદદથી સર ક્રીક નજીક પોતાના નૌસૈનિક અને લશ્કરી માળખાનો વ્યાપક વિસ્તાર શરૂ કર્યો છે.

Escalation at the Border: ‘અબાબીલ’ પ્રોજેક્ટ હેઠળ નવી ટેક્નોલોજી અને કમાન્ડોની તૈનાતી
પ્રાપ્ત માહિતી મુજબ, આ સમગ્ર ગતિવિધિ ‘અબાબીલ- ધ ડિવાઇન સ્ટ્રાઇક’ નામના નવા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ અંતર્ગત પાકિસ્તાની નૌસેનાએ સર ક્રીક વિસ્તારમાં પોતાના ખાસ SSG-N (નૌસેના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ) કમાન્ડોને તૈનાત કર્યા છે. આ 96 કિલોમીટર લાંબી ખાડી, જે કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતને અલગ કરે છે અને અરબ સાગરમાં મળે છે, તેને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

Escalation at the Border: હોવરક્રાફ્ટ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ્સ ગોઠવવામાં આવી
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને આ વિસ્તારમાં પોતાની તાકાત વધારવા માટે ભયજનક સાધનો ભેગા કર્યા છે:
- તુર્કીના ડ્રોન: વિસ્ફોટક સામગ્રી લઈ જવા અને દેખરેખ (Surveillance) રાખવા માટે સક્ષમ અત્યાધુનિક ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે.
- ચીની ઉપકરણો: ચીનના આધુનિક હોવરક્રાફ્ટ, હાઇ-સ્પીડ નૌકાઓ અને ‘ટુગરીલ કેટેગરી’ના ફ્રિગેટ યુદ્ધજહાજોને નૌસૈનિક બેડામાં સામેલ કરવામાં આવ્યા છે.
- સબમરીન પાવર: ચીને પાકિસ્તાનને પહેલી હેંગોર કેટેગરીની સબમરીન પણ સોંપી દીધી છે, જેનાથી અરબ સાગરમાં પાકિસ્તાનની ક્ષમતા વધી હોવાનો દાવો છે.
- એર ડિફેન્સ સિસ્ટમ: અબાબીલ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં નવીનતમ રોકેટ અને આધુનિક વાયુ રક્ષણ પ્રણાલીઓ (Air Defence Systems) ગોઠવવામાં આવી રહી છે.
Escalation at the Border: ચીન અને તુર્કી બની રહ્યા છે મુખ્ય સહાયક
ભારતીય નૌસેનાની અરબ સાગર અને સર ક્રીક ખાતેની મજબૂત ઉપસ્થિતિને પડકારવા માટે પાકિસ્તાન આ પગલાં લઈ રહ્યું છે. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીન અને તુર્કી પાકિસ્તાની સશસ્ત્ર દળોને અત્યાધુનિક લશ્કરી ઉપકરણો અને ટેકનોલોજી પૂરી પાડીને મદદ કરી રહ્યા છે. હાલ પાકિસ્તાની સેના, નૌસેના અને વાયુસેનાના આ વ્યાપક આધુનિકીકરણ કાર્યક્રમની દેખરેખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની એકીકૃત કમાન હેઠળ ચાલી રહી છે.
પાકિસ્તાનની આ હિલચાલ પર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ સઘન નજર રાખવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ત્રિશા સાથે અફેરની ચર્ચા વચ્ચે થલાપતિ વિજયના છૂટાછેડા કેસમાં મોટો વળાંક, સંગીતાએ અરજી પાછી ખેંચી