BANASKANTHA NEWS : બનાસકાંઠામાં કોંગ્રેસને ફટકોઃ પ્રદેશ મહામંત્રીએ આપ્યુ રાજીનામુ

0
259
BANASKANTHA NEWS
BANASKANTHA NEWS

BANASKANTHA NEWS : લોકસભા ચૂંટણી નજીક આવતા બંને મુખ્ય રાજકીય પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસને સતત ફટકા પડી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની મથામણ કોગ્રેસમાં હજુ પુરી નથી થઈ ત્યાં બનાસકાંઠાના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ મહામંત્રી ડી. ડી. રાજપૂતે કોંગ્રેસના તમામ પદથી રાજીનામુ ધરી દીધુ છે. તેમના રાજીનામાથી બનાસકાંઠામાં કોગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે સમસ્યા સર્જાઈ શકે છે.

BANASKANTHA NEWS

BANASKANTHA NEWS :  ગેનીબેન ઠાકોરની વધી શકે છે મુશ્કેલી

BANASKANTHA NEWS

BANASKANTHA NEWS : બનાસકાંઠામાં રાજપૂત જ્ઞાતિના આગેવાન અને હાલ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત ડી. ડી. રાજપૂત, જે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પણ છે તેમણે કોંગ્રેસના તમામ  પદો પરથી રાજીનામુ આપી દઈ કોંગ્રેસનો પંજો છોડી દીધો છે. બનાસકાંઠામાં રાજપૂત સમાજના 15 થી 20 હજાર જેટલા મત છે. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જ ડી. ડી. રાજપૂતે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે મત મેળવવામાં મુશ્કેલી પડશે તેમ લાગી રહ્યુ છે.

BANASKANTHA NEWS

BANASKANTHA NEWS :  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા ડી. ડી. રાજપૂતે રાજીનામુ આપતા પહેલા તેમના ફાર્મ હાઉસ પર બેઠક પણ બોલાવી હતી. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે કોંગ્રેસે આ મહોત્સવમાં હાજર રહેવાનું આમંત્રણ નહી સ્વીકાર્યુ હોવાનો વસવસો હતો અને માટે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી પણ ડી. ડી. રાજપૂતે રાજીનામુ ધરી દીધુ હોવાનું કારણ તેમણે આગળ ધર્યુ છે. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં કેસરીયા કરે તેવી પ્રબળ સંભાવના જોવાઈ રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો