Congress : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસમાં મંથન

0
331
Congress
Congress

Congress : ગુજરાત કોંગ્રેસે આગામી સમયમાં યોજાનારી પંચાયતો-પાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી છે. પ્રદેશના પ્રભારીની ઉપસ્થિતિમાં શનિવારે અમદાવાદમાં નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે.

Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શકિતસિંહ સિંહ ગોહિલની  અધ્યક્ષતામાં આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પક્ષના મોટાભાગના નેતાઓની હાજરી જોવા મળી હતી, બેઠકમાં આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

19

Congress : કોંગ્રેસના સિમ્બોલ પર જ લડાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી  

Congress : બેઠકમાં આગામી પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે  કેટલાક મહત્વના નિર્ણય કર્યા હતા  જે અંતર્ગત  નક્કી કરવામાં આવ્યું છે કે કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડાશે,  સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે કોંગ્રેસના સિમ્બોલ પર જ ચૂંટણી લડવા સૂચના આપવામાં આવી છે, આ સાથે નપા ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા પ્રદેશ અધ્યક્ષે સૂચના આપી છે.

Capture 7

Congress : આજની બેઠકમાં આગામી ૭૨ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ત્રણ સભ્યોની સંકલન સમિતિની રચના કરી છે, જેમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બળદેવ લૂણી અને રાજુ બ્રહ્મભટ્ટને સંકલનની જવાબદારી સોંપાઈ છે,   આ સાથે ૭૨ નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે,  બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પ્રભારી તથા પ્રમુખ તમામ જિલ્લાની મુલાકાત લેશે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો