HomeBreaking Newsચારધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડમાં ખરાબ હવામાનની શક્યતા

ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડમાં ખરાબ હવામાનની શક્યતા

આગામી બે-ત્રણ દિવસમાં ત્રણ જીલ્લામાં હિમપ્રાત થવાની શક્યતા

ઉત્તરાખંડમાં આગામી બેથી ચાર દિવસ દરમિયાન ખરાબ હવામાન રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેદારનાથ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે હિમ વર્ષની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરાખંડ રાજ્યના ત્રણ જિલ્લાઓને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ,અને ચમોલી જીલ્લામાં દેશભરમાંથી ચારધામ યાત્રા માટે યાત્રાળુઓ પહોચ્યા છે ત્યારે આ ચિંતાજનક સમાચારથી તંત્ર ખડેપગે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને સુરક્ષા કર્મચારીઓ સહિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે તેમ સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ વધુ સમાચારની અપડેટ માટે જોતા અમારી રહો વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments