દિલની વાત 1091 | સાવધાન ! ચાર રસ્તે દાન આપતા પહેલા વિચારો | VR LIVE

    0
    107

    સાવધાન ચાર રસ્તે કરવામાં આવતા દાન આપતા પહેલા વિચારો ખાસ કરીને દરેક શહેરોના ટ્રાફિક સિગ્નલો ઉપર રોજ બરોજ ભિક્ષુકોની સંખ્યામાં વધારો જોવા મળે છે તો દિવસેને દિવસે તેમનો ત્રાસ પણ એટલો વધી રહ્યો છે ત્યારે ટ્રાફિક સિગ્નલો પર તમામ નાગરિકો પાસે ભિક્ષુકો રૂપિયાની સાથે અનેક વસ્તુની  માંગણી કરી રહ્યા છે  જેમાં મહિલાઓ અને પુરુષો સહીત નાના બાળકો પણ સામેલ છે મંદિરની બહાર ,ટ્રાફિક સિગ્નલો, રેલ્વે સ્ટેસન, બસ સ્ટેન્ડ તેમજ મોલની બહાર માંગતા જોવા મળે છે પરંતુ શું ક્યારે તમે એમ વિચાર્યું છે જે તમેં ભિક્ષુકોને દાન કરો છો.તે કેટલું યોગ્ય છે ? ભારત જેવા વિકસિત દેશમાં ભિક્ષુકોની વધતી જતી સંખ્યા મોટી સમસ્યા બની રહી છે. ભારતના લગભગ તમામ રાજ્યોનાં દરેક શહેરોમાં  ભિક્ષુકો જોવા મળે છે.ભારતમાં 4 લાખથી વધુ લોકો ભીખ માંગીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આ સરકારી આંકડા છે,  જો આંકડાની વાત કરીએ તો દેશમાં કુલ 4 લાખ 13 હજાર ભિખારીઓ છે, જેમાં બે લાખથી વધુ પુરુષો અને લગભગ બે લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ આખું એક રેકેટ ચાલી રહ્યું છે જેમાં બાળકોની ઉઠાંતરી કરી અને બાળકોની તસ્કરી કરવામાં આવે છે. આવી બાળકોને ગુમ થયાની ઘણી ઘટનાઓ બની છે ત્યારે બાળકો ગુમ થયાની ઘણી બધી પોલીસ ફરિયાદો પણ થાય છે ત્યારબાદ બાળક કયા શહેરનું હોય અને ક્યાં જઈને ભીખ માંગતું હોય આ પ્રકારની ઘટનાઓ બને છે .આ રીતે અનેક   બાળકો પાસેથી પણ ભીખ  મંગાવે છે આ એક પ્રકારનો આખો બિજનેસ ચાલતો હોય છે .આ આંકડા ૨૦૧૧માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આજની પરિસ્થિતિની વાત કરીએ તો હકિકતમાં આંકડા તો આનાથી ઘણા વધારે છે.

    વાતનું વતેસર કરતા લોકોને કાબુમાં કેવી રીતે લેવા ?

    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો