Weather :  શિયાળા અને ઉનાળાની વચ્ચે વરસાદ મારશે એન્ટ્રી, 1 થી ૩ માર્ચ રાજ્યમાં માવઠાની આગાહી  

0
152
Weather
Weather

Weather  : રાજ્યમાં શિયાળો અંતિમ તબક્કામાં છે, ઉનાળો દસ્તક દઈને દરવાજે  ઉભો છે, પરંતુ આ બંનેની વચ્ચે રાજ્યમાં વરસાદ એન્ટ્રી મારે તેમ છે.     હવામાન વિભાગ દ્વારા 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Weather

weather  : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે. હવામાન વિભાગે 1 અને 2 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ અથવા ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે.

weather  : રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી  શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે આ બંને ની વચ્ચે રાજ્યમાં વરસાદ દસ્તક દેશે. તેમજ અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે. આ માવઠાની આગાહીને લઈ જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે.

Weather

weather  : ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા આ ચાર જિલ્લામાં માવઠાની શકયતા છે. કચ્છ જિલ્લામાં 1 અને 2 માર્ચે સમગ્ર જિલ્લામાં માવઠાની શકયતા છે. અન્ય વિસ્તારમાં હવામાન પલટો જોવા મળશે, છુટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટના ભાગો જેમકે દ્ધારકા , જામનગર, પોરબંદરમાં હળવા ઝાપટા પડી શકે છે. મોરબીમાં અતિ ઘાટા વાદળ હોવાથી વરસાદી છાંટા પડી શકે છે

weather  : 48 કલાક રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે

Weather


આગામી 48 કલાક રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ઠંડીની અસર પણ ઓછી થઈ હોય તેઓ માહોલ સર્જાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોચ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.