Home Desh BrahMos missile : દુનિયા ભારતની મિસાઈલ બ્રહ્મોસની થઇ દીવાની, ૭ અબજ ડોલરનો...

BrahMos missile : દુનિયા ભારતની મિસાઈલ બ્રહ્મોસની થઇ દીવાની, ૭ અબજ ડોલરનો મળ્યો ઓડર  

0
648
BrahMos missile
BrahMos missile

BrahMos missile : સાઉદી અરબમાં હાલ ડિફેન્સ એક્સપો યોજાઈ રહ્યો છે, જેમાં દુનિયાભરના ૭૫ થી વધારે દેશોએ ભાગ લીધો છે, આ ડીફેન્સ એક્સ્પોમાં ભારતની ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનો દબદબો જોવા મળી રહ્યો છે, એટલું જ નહિ ત્યાં એક્સ્પોમાં ભારતને જોરદાર રિસ્પોન્સ મળતા ભારતની આ મિસાઈલના ઓડર પણ મળી રહ્યા છે. ભારતે રશિયાના સહયોગથી બનાવેલી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલની દુનિયા ફેન થઇ રહી છે, તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મિસાઈલનો કુલ ઓડર 7 અબજ ડોલરને પાર કરી ગયો છે.

BrahMos missile

BrahMos missile : ભારત પાસેથી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદવા માંગતા દેશોનુ લિસ્ટ હવે લાંબુ થઈ ગયુ છે અને હવે આ મિસાઈલ માટેનો કુલ ઓર્ડર સાત અબજ ડોલરને પાર કરી ગયો છે. જાણકારોના મતે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ઘણા દેશોની ફેવરિટ બની રહી છે અને તેનુ કારણ તેની ઝડપ છે. આ મિસાઈલ અવાજ કરતા ત્રણ ઘણી ઝડપથી ઉડીને પ્રહાર કરી શકે છે. તેની ઝડપના કારણે તેને આંતરવી બહુ મુશ્કેલ છે.

સાઉદી અરબમાં ચાલી રહેલા ડિફન્સ એક્સપોમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ પ્રોજેકટના અધિકારી પ્રવીણ પાઠકે કહ્યુ હતુ કે, આ મિસાઈલ  માટે હવે સાત અબજ ડોલર કરતા વધારે ઓર્ડર મળી ચુકયા છે. જેમાં ભારતના પોતાના અને વિદેશોના ઓર્ડર સામેલ છે.

BrahMos missile

BrahMos missile : નિષ્ણાતોના કહેવા પ્રમાણે રશિયાના સહયોગથી આ મિસાઈલ બનાવ્યા બાદ તેમાં સમયાંતરે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે તે વધારે ઘાતક બની ચુકી છે. ભારતે હવે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનુ સબમરિન, ફાઈટર જેટ , યુધ્ધ જહાજમાંથી લોન્ચ કરી શકાય તેવુ વર્ઝન પણ વિકસાવી લીધુ છે.

BrahMos missile : દુનિયા કરતા ખુબ ઓછા ભાવે ભારત મિસાઈલ આપે છે

BrahMos missile : ભારતે તાજેતરમાં 900 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તેવા વર્ઝનનુ પણ સફળ પરિક્ષણ કર્યુ હતુ. બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલના શરુઆતના વર્ઝનની રેન્જ તો 295 કિલોમીટર સુધીની જ હતી. અત્યાર સુધીમાં આ મિસાઈલના 100 જેટલા સફળ ટેસ્ટ થઈ ચુકયા છે. ભારત પાસે સેનાની ત્રણે પાંખમાં કુલ મળીને 12000 બ્રહ્મોસ મિસાઈલ સામેલ છે.

BrahMos missile

હવે બીજા દેશોને પણ ભારત બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ નિકાસ કરી રહ્યુ છે. સચોટ નિશાન સાધવાની ક્ષમતા અને અસાધારણ ઝડપના કારણે દુનિયામાં તેનો જોટો જડે તેમ નથી. આ જ કારણસર ઘણા દેશો હવે તેને ખરીદવા માંગે છે. ભારતમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનુ નિર્માણ દુનિયાના બીજા દેશોના ક્રુઝ મિસાઈલના મુકાબલે ઘણુ સસ્તુ પડી રહ્યુ હોવાથી આ મિસાઈલ બીજા દેશો માટે સસ્તી પણ પૂરવાર થઈ રહી છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે