દિલની વાત 1076 | સાચું સ્વીકારતા શીખો | VR LIVE

    0
    254

    લગ્ન જેવા પવિત્ર સંબંધનાં પાયામાં સરળતા સહજતા અને સચ્ચાઈ હોવી બહુ જરૂરી છે. આપણાં સમાજમાં આજકાલ લગ્ન બાબત યુવક યુવતીઓ માં જાણે બઝારની જેમ તોલમાપની ફેશન બની ગઈ હોય એવું સાંભળવા મળે છે. યુવતીઓને ખૂબ કમાતો અને રોકટોક ન કરે એવા યુવકો જોઈએ છે, તો યુવકોને પત્ની નહીં પણ મોડેલ જોઈએ છે. લગ્ન એટલે જાણે રંગમંચની દુનિયા ! એટલે ક્યારેક આવી દ્વિધા થાય ત્યારે સચ્ચાઈથી જીવનભરનું દુઃખ મળશે, એમ કરીને લોકો છુપાવતા હોય છે. પણ ક્યારેક સચ્ચાઈ આવું અનન્ય સુખ પણ પ્રદાન કરે છે. એટલે જે સંબંધના પાયામાં સચ્ચાઈ હોય એ જ લાંબો સમય ટકી શકે છે, એ યાદ રાખવું. પતિ પત્ની નાં સંબંધો કંઈ પ્રદર્શનની વાત નથી, એની એક અનેરી ગરિમા હોય છે, જે બંને પક્ષે સાથે મળીને જાળવવાની હોય છે.

    સાચું સ્વીકારતા શીખો
    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો