Boycott rupala : ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાના મુડમાં નથી, સોશિયલ મીડિયામાં બાયકોટ રૂપાલા ટ્રેન્ડમાં  

0
895
Boycott rupala
Boycott rupala

Boycott rupala : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે, પરંતુ આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં એક મુદ્દાએ ભારે જોર પકડ્યું છે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદને ભારે ગરમી વાળો માહોલ બનાવી દીધો છે, જોકે ક્ષત્રિય સમાજ વિરૂધના નિવેદન પર રૂપાલા 2 – 2 વાર માફી માંગી ચુક્યા છે પરંતુ આ વખતે રાજપૂત સમાજ માંફી આપવાના મૂડમાં દેખાતો નથી.

Boycott rupala

Boycott rupala : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માગ સાથે ‘હેઝટેગ બોયકોટ પરસોત્તમ રૂપાલા’નું સ્ટેટ્સ સોશિયલ મીડિયામાં લગાડવામાં આવી રહ્યું છે.

Boycott rupala

Boycott rupala:  છેલ્લા એક સપ્તાહથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વખતે ક્ષત્રિય સમાજ સાથેના વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટેની જવાબદારી ભાજપ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આપવામાં આવી છે. જેને લઈ આજે ગોંડલ ખાતે સાંજના સમયે જયરાજસિંહ જાડેજાની હાજરીમાં ક્ષત્રિય રાજપૂત સમાજની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપાલાએ પોતાના નિવેદન પર ફરીવાર માફી માંગી હતી . જોકે શોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડથી લાગી રહ્યું છે કે રૂપાલાને ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં દેખાતો નથી.

Boycott rupala

Boycott rupala  : સોશિયલ મીડિયામાં જયરાજસિંહ વિરુદ્ધ પણ રોષ

Boycott rupala

Boycott rupala : અત્રે નોંધનીય છે કે જયરાજસિંહના ફાર્મ હાઉસ પર સમાધાન માટેની ક્ષત્રિય સમાજની બેઠક બોલવામાં આવી હતી પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે કે, ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાને ત્યાં રૂપાલા બાબતે મિટિંગ રાખવામાં આવી છે. રાજકોટ સમાજ બોર્ડિંગ ખાતે થોડા સમય પહેલા જયરાજસિંહ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે, મારે રાજપૂત સમાજની જરૂર નથી તો પછી એક ભાજપ પક્ષ માટે આપણા સમાજના આગેવાનો ત્યાં શું કામ સમાધાન માટે જાય. સમાજ જ્યારે સમજાવવા ગયો ત્યારે નથી સમજ્યા તો હવે સમાજ તેમનું શુ કામ સાંભળે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો