HomeGujaratBootlegging Attempt Foiled: વડોદરા LCBની મોટી સફળતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભારતમાલા હાઇવે...

Bootlegging Attempt Foiled: વડોદરા LCBની મોટી સફળતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભારતમાલા હાઇવે પરથી રૂ. ૧૨.૮૨ લાખનો મુદ્દામાલ ઝબ્બે, ૬,૨૪૦ બિયરના ટીન ઝડપાયા

Bootlegging Attempt Foiled: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ભારતમાલા હાઇવે પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ (બિયર) નો એક બહુ મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

Bootlegging Attempt Foiled: ફૂડ ઝોન રેસ્ટ એરિયામાં પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાંથી મળ્યો જથ્થો

મળતી વિગતો મુજબ, વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી-મુંબઈ ભારતમાલા હાઇવે ઉપર વડોદરા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક્સપ્રેસવે પર દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર આવેલા સરસ્વણી ગામની સીમમાં ફૂડ ઝોન રેસ્ટ એરિયામાં તપાસ હાથ ધરી હતી. જ્યાં એક સફેદ રંગની અશોક લેલન ‘બડા દોસ્ત’ ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી મળી આવી હતી.

Bootlegging Attempt Foiled: રૂ. ૭.૮૦ લાખની કિંમતના બિયરના ૬,૨૪૦ ટીન જપ્ત

Bootlegging Attempt Foiled

મુદ્દામાલની વિગત: LCB ટીમે જ્યારે આ શંકાસ્પદ વાહનની તલાશી લીધી, ત્યારે અંદરથી પ્લાસ્ટિકના કેરેટમાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન બિયરના કુલ ૬,૨૪૦ ટીન જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૭,૮૦,૦૦૦ થાય છે.

પોલીસે રૂ. ૭.૮૦ લાખનો બિયરનો જથ્થો અને હેરાફેરીમાં વપરાયેલી રૂપિયા ૫,૦૦,૦૦૦ ની કિંમતની અશોક લેલન ગાડી મળીને કુલ રૂપિયા ૧૨,૮૨,૦૦૦ થી વધુનો મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા હેઠળ કબજે કર્યો છે.

Bootlegging Attempt Foiled: ચાલક ફરાર, પોલીસે શોધખોળ આદરી

Bootlegging Attempt Foiled

પોલીસ દરોડો પાડે તે પહેલાં જ દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસની ભનક આવી જતાં વાહન રેઢું મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બનાસકાંઠા પોલીસની મોટી સફળતા ૧૪ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ડીસાથી રૂ. ૬ લાખના સોનાના દાગીના સાથે રીઢો તસ્કર ઝબ્બે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments