Home Main વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો...

વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો સામે

0
460
ભાજપ
ભાજપ

વર્ષ 2022 ના ચૂંટણી દરમિયાન ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો હતો. વિરોધીઓને પરસ્ત કરીને ભાજપે 156 સીટ પર જીત મેળવી હતી. આ બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, જેનો હવે ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી માં ગુજરાત ભારતીય જનતા પાર્ટી કેટલા રૂપિયા ખર્ચ્યા તેનો આંકડો હવે સામે આવ્યો છે. એક રિપોર્ટમાં તેનો આંકડો આપવામાં આવ્યો છે. જે મુજબ, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો આખો રિપોર્ટ સોંપ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખર્ચાનો હિસાબ આપ્યો છે,

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો હિસાબ આપ્યો છે. ચૂંટણી પંચને સોંપાવામાં આવેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 2 અરબ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો છે. ગુરુવારે ચૂંટણી આયોગે આ ખર્ચના રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. ભાજપે સામાન્ય પાર્ટી પ્રચાર અને ઉમેદવારો પર મળીને કુલ 209.97 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 

ક્યા ક્યાં ગયા રૂપિયા
ચૂંટણી પંચને આપવામાં આવેલ ખર્ચના રિપોર્ટમાં ભાજપે જણાવ્યું કે, તેણે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને લગભગ 41 કરોડ રૂપિયાનું વળતર કર્યું અને વિમાન તથા હેલિકોપ્ટરનો ઉપયોગ સહિત યાત્રા પર 15 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો હતો. પાર્ટીએ સામાન્ય પ્રચાર પર 160.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.

ભાજપની એકતરફી જીત
ભાજપે ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી હતી. પાર્ટીએ રાજ્યની 182 માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તો વિપક્ષી દળ કોંગ્રેસ માત્ર 17 સીટ પર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. 

લોકસભા ચૂંટણી પર નજર
ભાજપ હાલ લોકસભા ચૂંટણીમાં જીત પર ફોકસ કરી રહ્યું છે. તે વિધાનસભાની જેમ લોકસભામાં પણ રેકોર્ડ તોડવા માંગશે. પાર્ટીએ 2014 અને 2019 માં પણ રાજ્યની તમામ લોકસભા સીટ પર જીત હાંસિલ કરી હતી. પાર્ટી 2024 માં પણ આ રેકોર્ડ યથાવત રાખવા માંગે છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે