BJP Candidates List 2024 : કોણ મારશે બાજી ? ભાજપ આજે 100થી વધુ ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર, જાણો કોનું નામ છે ચર્ચામાં ?    

0
177
BJP Candidates List 2024
BJP Candidates List 2024

BJP Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. દરમિયાન, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટેની બેઠક શુક્રવાર (1 માર્ચ) ની વહેલી સવારે સમાપ્ત થઈ.

BJP Candidates List 2024

આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે આજે મોડે મોડે જ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. ભાજપની સંભવિત પ્રથમ યાદીમાં ઘણા મોટા નામોની જાહેરાત થઈ શકે છે. આ ઉમેદવારોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધીના નામો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

BJP Candidates List 2024 : ભાજપ આજે 100થી વધુ ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર

BJP Candidates List 2024

BJP Candidates List 2024  : ભારતીય જનતા પાર્ટી આજે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત લગભગ 155 લોકોનાં નામ સામેલ હોવાની ચર્ચા છે.

પીએમ મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગર, રાજનાથ સિંહ લખનૌ, સ્મૃતિ ઈરાની અમેઠી, ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના સંબલપુર, જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર અથવા ગુના-શિવપુરી, શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલ અથવા વિદિશા અને સંબિત પાત્રાને ઓડિશાના પુરીથી ટિકિટ આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત ભિવાની બલ્લભગઢથી ભૂપેન્દ્ર યાદવ, ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, રાજૌરી-અનંતનાગથી રવિન્દ્ર રૈના, કોટાથી ઓમ બિરલા, ઉત્તર-પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, પશ્ચિમ દિલ્હીથી પરવેશ વર્મા અને આસનસોલથી ભોજપુરી ગાયક અને અભિનેતા પવન સિંહને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

BJP Candidates List 2024 : ગુજરાતમાં કોણ મારશે બાજી ? કોનું કપાશે પત્તું  

BJP Candidates List 2024

BJP Candidates List 2024 : તો બીજી બાજુ ગુજરાતમાં  ભાજપ કોને ટીકીટ આપશે તેના નામોની ચર્ચા થઈ રહી છે. સુરતની કુલ પાંચ સીટ છે જેમાંથી એક માત્ર દર્શના જરદશોને જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા છે. બાકી બીજી ચાર સીટ પર નવા ચહેરાને તક આપી શકે છે. આ ચાર સીટ પર જેના નામની ચર્ચ છે તેમાં હેમાલી મોધાવાળા, નીતિન ભજીયાવાલા, ડો. જગદીશ પટેલ અને મુકેશ દલાલના નામની ચર્ચા છે.

ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો 18 સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે.. વિધાનસભા 2022 અને રાજ્યસભા ચૂંટણીની જેમ લોકસભા 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેના નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. તો 26 પૈકી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે. જ્યારે 18 બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.