Debt on Gujarat Govt : દેવું કરીને ઘી પીવાનું! ગુજરાત સરકારનું દેવું વધીને 4.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું

0
205
Debt on Gujarat Govt
Debt on Gujarat Govt

Debt on Gujarat Govt  : ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35458 કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51647 કરોડ થઈ છે.

Debt on Gujarat Govt

Debt on Gujarat Govt: ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 4.12 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જે પૈકી સરકારી દેવાની રકમ 3 લાખ 25 હજાર 273 કરોડ છે.  કેગના રિપોર્ટ પ્રમાણે દેવું અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકના ઓડિટ વર્ષમાં સરકારે 43 હજાર કરોડની બજાર લોન લીધી છે.  જ્યારે 14 હજાર 700 કરોડ રૂપિયાની લોન ભરી છે.  

31 માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 2 લાખ 83 હજાર 57 કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 1 લાખ 17 હજાર 751.56 કરોડનો વધારો કર્યો છે. જ્યારે 86 હજાર 170.83 કરોડ ભરપાઈ કરી છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત, ભવિષ્ય નીધી વગેરેમાં 24 હજાર 224.85 કરોડ, અન્ય જવાબદારીઓ મળીને કુલ 25 હજાર 353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.

Debt on Gujarat Govt

Debt on Gujarat Govt : રાજ્ય પર 3 લાખ 20812 કરોડનું દેવું

Debt on Gujarat Govt  : નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નિયમો મુજબ રાજ્યો તેમના જીડીપીના 27 ટકા લોન લઈ શકે છે જ્યારે ગુજરાતે માત્ર 15 ટકા લોન લીધી છે. રાજ્ય પર 3 લાખ 20812 કરોડનું દેવું છે, વર્ષ 2021-22માં સરકારે લોન સામે વિવિધ ધિરાણકર્તાઓને રૂ. 23063 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. ગુજરાત સરકાર પર કેન્દ્ર સરકારના ટેક્સ તરીકે રૂ. 9136 કરોડનું દેવું છે.

Debt on Gujarat Govt

Debt on Gujarat Govt  : ગત નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે પેટ્રોલ પર રૂ. 12048 કરોડ, ડીઝલ પર રૂ. 26682 કરોડ, CNG પર રૂ. 389 કરોડ અને PNG પર રૂ. 126 કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. રાજ્યમાં, પેટ્રોલ પર 13.7 ટકા રાજ્ય કર વસૂલવામાં આવે છે જ્યારે ડીઝલ પર 14.9 ટકા રાજ્ય કર વસૂલવામાં આવે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.