BIRTHDAY PARTY POLITICS : ભાજપમાં કંઇક તો રંધાઈ રહ્યું છે !!  લંચ- ડીનર બાદ હવે શરુ થયું જન્મ દિવસની પાર્ટીનું પોલીટીક્સ

0
426
BIRTHDAY PARTY POLITICS
BIRTHDAY PARTY POLITICS

BIRTHDAY PARTY POLITICS :  રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, લોકસભા ચૂંટણીનો ગરમાવો હજુ ઠંડો પડે એ પહેલા રાજ્યમાં સહકરી ક્ષેત્રની ઉઠાપઠક રાજ્યની રાજનીતિમાં ભૂચાલ લાવી દીધો હતો, દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં જ  ઉભરી આવેલો ઉકળતો ચરુ ઘણુબધું બોલ્યા વગર કહી બતાવે છે,

BIRTHDAY PARTY POLITICS

BIRTHDAY PARTY POLITICS :  લંચ- ડીનર બાદ હવે શરુ થયું જન્મ દિવસની પાર્ટીનું પોલીટીક્સ

BIRTHDAY PARTY POLITICS : રાજનીતિની ઘણી વ્યાખ્યાઓ હજારો વર્ષથી ચાલતી આવી છે, રાજાઓ સમયથી ચાલી આવતી રાજનીતિની કુશળતામાં અનેક વાર રાજાઓ ભોજન-આહાર, ઉપહાર અને આંતરિક સબંધોથી રાજનીતિ કરતા હતા, સમય બદલાતા આધુનિક ભારતમાં પણ રાજનીતિમાં લંચ પોલીટીક્સનો સમાવેશ થયો, ભોજનના ટેબલ પર રાજનીતિના સમીકરણોના ચોકઠાં બેસાડવાની શરૂઆત થઇ, આંતરિક પાર્ટીઓના સબંધોની ખટાશને દુર કરવા સમય જતા ડીનર પોલીટીક્સ સામે આવ્યું,,,પરંતુ આજકાલ ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજનીતિએ જન્મ લીધો છે,,,જન્મ દિવસની પાર્ટીનું પોલીટીક્સ,,,,

BIRTHDAY PARTY POLITICS

ગુજરાતની રાજનીતિમાં ઊંડાણથી જોવામાં આવે તો લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સહકારી ક્ષેત્રની ચૂંટણીએ ગુજરાતની રાજનીતિ અને ખાસ કરીને સુસંગઠિત ગણાતી ભાજપની આંતરિક જૂથબાજીને જગજાહેર ઉઘાડી પાડી દીધી છે,

BIRTHDAY PARTY POLITICS :  ઇફકો હોય કે ઊંઝા APMC , કંઇક તો રંધાઈ રહ્યું છે !!

કતારબદ્ધ સમજીએ તો ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના વિરૂધમાં જઈ જયેશ રાદડિયાનું ચૂંટણી લડવું,,, ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા બીપીન ગોતાને સામે રાદડિયાનું ચૂંટણી લડી દબદબાભેર ચૂંટણી જીતવું, દિલીપ સંઘાણીનું ફરીવાર ઇફકોના ચેરમેન બનવું અને ચેરમેન બન્યાના બીજા જ દિવસે અમરેલીમાં પોતાના જન્મ દિવસની પાર્ટીના નામે પાટીદાર નેતાઓનું એકઠા થવું,,,અને ખુલીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સામે નિવેદન કરવા,,આ એક ગુજરાતની રાજનીતિમાં ભાજપ પક્ષમાં કંઇક અલગ જ દિશા તરફથી લઇ જતું સૂચક ઘટનાક્રમ દર્શાવે છે.       

BIRTHDAY PARTY POLITICS



બીજીબાજુ ગતરોજ મહેસાણામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય તેમજ ઊંઝા APMC ના પૂર્વ ચેરમેન નારાયણ કાકાનો 87માં જન્મ દિવસના ઉજવણી કરવામાં આવી હતી, આ જન્મદિવસની પાર્ટી પણ અમરેલીના જેમ જ  ઉકળતો ચરુ દેખાયો હતો, અને ભાજપ પક્ષના જ કેટલાક નેતાઓ ગેરહાજર જોવા મળ્યા હતા, સાથે સાથે આ જન્મદિવસ પાર્ટી પોલીટીક્સમાં પણ પાટીદાર નેતાઓની હાજરી સૂચક દેખાઈ આવી હતી,  જન્મદિવસની પાર્ટીમાં રાજકોટ ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા સહીત  પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ સહીત અનેક પાટીદાર નેતાઓની હાજરી હતી,  એશિયામાં આગવી ઓળખ ધરાવતી ઊંઝા એપીએમસીની ચુંટણી પહેલા આ કાર્યક્રમ નારાયણ કાકાનું શક્તિ પ્રદર્શન તરીખે પણ જોવામાં આવે છે

BIRTHDAY PARTY POLITICS

BIRTHDAY PARTY POLITICS :  સૌરાષ્ટ્ર અને દક્ષિણ લોબી વચ્ચે સત્તાનો સંઘર્ષ

 હવે ગુજરાતની રાજનીતિ અને ખાસ કરીને ભાજપમાં અંદરખાને કૈક અલગ જ રંધાઈ રહ્યાની દુર્ગંધ છેક સુધી પ્રસરી રહી છે, તેના સાફ સંકેતો આ જન્મદિવસ પાર્ટી પોલીટીક્સથી સમજાઈ રહ્યું છે, જો જાણકારોનું માનીએ ભાજપમાં પહેલાંથી જ રાજકોટ અને સુરતની લૉબી વચ્ચે અંટસ છે. પાર્ટીમાં વધી રહેલો સીઆર પાટીલનો દબદબો અને દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ સૌરાષ્ટ્રના નેતાઓને ખટકી રહ્યું છે,  જયેશ રાદડિયાની જીતએ જીવતો દાખલો છે, અમરેલી અને ઊંઝામાં મળેલી જન્મદિવસની પાર્ટીએ માત્ર એક પાર્ટી નહિ પરંતુ સીઆર પાટીલ અને દક્ષિણ ગુજરાતનું વધતું પ્રભુત્વને ડામવા પાટીદાર નેતાઓનું શક્તિ પ્રદર્શન છે.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો