બીગ બોસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

2
110
Salman Khan will be back as the host of Bigg Boss 17
Salman Khan will be back as the host of Bigg Boss 17

બીગ બોસ 17ની જાહેરાત કલર્સ એન્ટરટેન્ટ દ્વારા કરવામાં આવી છે, સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય રિયાલીટી શો ‘બીગ બોસ’ ની નવી સિઝન 17ની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ અન્ય  સિઝનની જેમ આ સિઝનને પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. 17મી સિઝન એ કલર્સ ચેનલ પર ૧૫મિ ઓક્ટોબરના રોજ પ્રસારિત થશે.  

Salman Khan will be back as the host of Bigg Boss 17
Salman Khan will be back as the host of Bigg Boss 17

બીગ બોસ અઠવાડિયાના પાંચ દિવસ એટલે સોમવારથી શુક્રવારના રોજ રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે અને વિકેન્ડમાં (શનિવાર અને રવિવાર)ના રોજ રોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. આ લોકપ્રિય સીરીઝના OTT ચેનલ રાઇટસ jioCinema પર હોવાથી ત્યાં સ્ટ્રીમીંગ થશે. ચેનેલે તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. નવા પ્રોમોમાં સલમાન બોમ્બ સાથે દખલ થાય છે. સલમાન ખાન શોર્ટ હેરસ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે જે તેમની આવનારી નવી ફિલ્મનું લુક હોય તેવું લાગી રહ્યું છે.

સિઝન 17ના પ્રોમોમાં સલમાન ખાન બોમ્બની પાસે બેઠો છે અને કહે છે, “અરે યે ભી કોઈ બોંબ હૈ. ઇસસે ભી વિસ્ફોટક સદસ્ય આયેંગે”. ત્યાર બાદ આખરે સલમાન ખોટો વાયર કાપી નાખે છે અને બોંબ ફૂટે છે. સલમાન ખાન આગમાંથી બહાર નીકળીને કહે છે, “આગ સે ખિલાયેંગે, ધમાકા કરેંગે,  દિલ દિમાગ ઔર દમ કા હોગા યે ગેમ લેકિન યે ગેમ નહીં હોગા સબકે લિયે સેમ ટુ સેમ”

બિગ બોસ 17ના પ્રોમો પર લોકોની પ્રતિક્રિયા :

બિગ બોસ 17નો પ્રોમો રિલીઝ થયા બાદ બિગ બોસના ઘરમાં રહેલા સેલેબ્રેટીસ અને યુઝર્સએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એલ્વિશ યાદવ, મનીષા રાની અને અન્ય વ્યૂઅર્સએ ટિપ્પણી આપી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રોમો પર ટિપ્પણી કરી, “તુમ તો શરૂ સે હી બાયસ્ડ હો તો સબકે લિયે સેમ ટૂ સેમ કૈસે હોગા ગેમ.” અન્ય એક વ્યૂઅર્સએ ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, “વર્લ્ડ કપ કે ટાઈમ પે કોઈ લાઈવ નહિ દેખેગા… બસ લોગ રીકેપ દેખેંગે”

jioCinema એ પ્રોમો શેર કરતા લખ્યું, “ધમકેદાર હોગી યે નયી શરૂઆત, નયે અંદાજ મેં સ્વાગત હોગા પૂરે દમ કે સાથ! આ રહા હૈ #BiggBoss17, 15 ઓક્ટોબર રાત્રે 9 PM, ફક્ત #JioCinema પર 24 કલાક લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી. #BB17 #BB17onJioCinema @beingsalmankhan @colorstv.”

મનોરંજનને લગતા અને અન્ય સમાચાર વાંચવા અહી ક્લિક કરો –

સાઉથ ફિલ્મ જોવાના શોખિન છો? તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો

પ્રિયંકા ચોપડા કેમ ના આવી બહેન પરિણીતિ ચોપડાના લગ્નમાં..?

બોલીવુડના બાદશાહ ખાન શાહરૂખ ખાન પુત્ર સાથે આવ્યા દાદાના દરબારમાં

શિલ્પા શેટ્ટીએ હરખભેર આપી બાપ્પાને વિદાય


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.