વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલને લઇ મોટા સમાચાર

0
315

ઈજાગ્રસ્ત કે.એલ રાહુલના સ્થાને ઇશાન કિશનની ભારતીય ટીમમાં એન્ટ્રી

ભારતના સ્ટાર બેટ્સમેન કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી હાલ ટીમની બહાર છે. તેઓ હાલ આરામ પર છે. આમ રાહુલ IPL તેમજ ૭ જૂનથી લંડન ખાતે આવેલ ઓવલ મેદાન ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે પણ ટીમમાંથી બહાર થઇ ગયા છે. જેથી રાહુલના સ્થાને વિકેટ કીપર ઇશાન કિશનની ફાઈનલ મેચ માટે ટીમમાં એન્ટ્રી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર પણ ઈંગ્લેન્ડ જઇ શકે છે. આ ત્રણેયને સ્ટેન્ડબાય પ્લેયર્સની યાદીમાં સ્થાન અપાયું છે. મહત્વનું છે કે, 7 જૂનથી ઓવલ મેદાનમાં WTCની ફાઈનલ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.