HomeBreaking Newsગો ફર્સ્ટને તાત્કાલિક ટીકીટ બુકિંગ બંધ કરવા DGCAનો આદેશ

ગો ફર્સ્ટને તાત્કાલિક ટીકીટ બુકિંગ બંધ કરવા DGCAનો આદેશ

ગો ફર્સ્ટને નોટીસ ફટકારાઈ, ૧૫ દિવસમાં જવાબ આપવા આદેશ

DGCA સંસ્થા દ્વારા એર લાઈન કંપની ગો ફર્સ્ટને તાત્કાલિક અસરથી ટીકીટ બુક બંધ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત, અચાનક ફ્લાઈટ રદ્દ કરવા અને વિશ્વસનીય રીતે ઉડાન ભરવામાં નિષ્ફળતા સહિત જેવા નિર્ણયને પગલે DGCAએ ગો ફર્સ્ટને નોટીસ પણ ફટકારી છે. આ નોટીસનો જવાબ ૧૫ દિવસમાં આપવા ગો ફર્સ્ટને આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગો ફર્સ્ટ હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. આ મામલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને વિનંતી પણ કરવામાં આવી છે કે ગો ફર્સ્ટને નાદાર જાહેર કરવા અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments