HomeDeshDiwali Offers 2023 :જાણો દિવાળીના શુભ અવસર પર સોના તેમજ ચાંદીની ખરીદી...

Diwali Offers 2023 :જાણો દિવાળીના શુભ અવસર પર સોના તેમજ ચાંદીની ખરીદી પર કયા-કેટલું મળશે ડિસ્કાઉન્ટ

Diwali Offers 2023 : દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, આનંદ અને ઉજવણીનો સમય છે, જ્યારે આપણે ધન-સંપત્તિની દેવીનું સ્વાગત કરવા માટે ઘરને રોશનીથી શણગારીએ છીએ. આ શુભ અવસર પર ધનની ખરીદીનું વિશેષ મહત્વ છે. આ ધનતેરસના દિવસે તમે સોનું તમારા સ્થાનિક જ્વેલર્સ પાસેથી અથવા ઓનલાઈન ખરીદી શકો છો. એમેઝોન ફેસ્ટિવલ સેલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ  ફેસ્ટીવલ સિઝન દરમિયાન ડિસ્કાઉન્ટ (Diwali Offers 2023) મેળવી શકો છો.

ઉપરાંત ગુણવત્તા, વજન, શુદ્ધતા, ડિઝાઇન, અધિકૃતતા, હોલમાર્ક સાથે સોનાના સિક્કામાં ઑફર્સ જોઈ શકો છો, જે એમેઝોન પરથી બજાર ભાવ કરતાં ઓછી કિંમતે (4-10% ડિસ્કાઉન્ટ પર) ખરીદી શકો છો. ઓનલાઈન સોનાના સિક્કા/બારના ભાવમાં પહેલાથી GSTનો સમાવેશ થાય છે, તેથી વધારાની ચૂકવણી કરવાની જરૂર નથી.

1 122 1 10 14 1

એમાં કોઈ શંકા નથી કે આ દિવાળીના દિવસો દરમિયાન ભારતની શેરીઓ, બજાર અને ઘરો સૌથી વધુ જાકમજોળ અને રોશનીથી ચમકદાર હોય છે, ત્યારે કદાચ આ દિવાળીએ તમને તમારા ઘરમાં સોનાના રૂપમાં કેટલીક વધારાની ચમક ઉમેરી શકો છો, કેમ કે અમે આપને જણાવીશું કે દિવાળીના શુભ અવસર પર ક્યાં-કેટલું ડિસ્કાઉન્ટ મળશે, જેથી તમે પૈસા અને સમય બંનેની બચત કરી શકો.

Malabar Gold and Diamonds Diwali Offer 2023 1
Malabar Gold and Diamonds Diwali Offer 2023

Malabar Gold and Diamonds Diwali Offers 2023 (મલબાર ગોલ્ડ અને ડાયમંડ્સ)

  • આ ઓફર ફક્ત ઓનલાઈન જ્વેલરી શોપિંગ સ્ટોર – malabargoldanddiamonds.com પરથી જ્વેલરીની ખરીદી પર જ માન્ય છે.
  • ઑફર 14મી ઑક્ટોબર 2023 થી 19મી નવેમ્બર 2023 વચ્ચે કરવામાં આવેલી ખરીદીઓ માટે માન્ય
  • ઑફરને કોઈપણ અન્ય વાઉચર્સ અથવા ડિસ્કાઉન્ટ કૂપન્સ સાથે જોડી શકાશે નહિ
  • ઓફર સોનાના સિક્કા, સોલિટેર, ઘડિયાળો અને ગિફ્ટ કાર્ડ્સની ખરીદી પર માન્ય નથી
  • ગોલ્ડ જ્વેલરીની પ્રત્યેક રૂ.30,000ની ખરીદી પર 916 શુદ્ધતાનો 100 MG સોનાનો સિક્કો ફ્રી
  • રત્ન અને પોલ્કી જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પર 30% સુધીની છૂટ
  • હીરાની કિંમત પર 30% સુધીની છૂટ

નોંધ : કોઈપણ શરતો જે સ્પષ્ટપણે આવરી લેવામાં આવી નથી તે મલબાર ગોલ્ડ અને ડાયમંડ્સની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર રહેશે. આ સંબંધમાં મલબાર ગોલ્ડ અને ડાયમંડ્સનો નિર્ણય અંતિમ રહેશે.

Amazon Great Indian Festival Sale 2023 1
Amazon Great Indian Festival Sale 2023

Gold offers on Amazon Great Indian Festival Sale 2023 (ધનતેરસ ગોલ્ડ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023) :

દિવાળી દરમિયાન સોનાની ખરીદી આપ અધિકૃત બ્રાન્ડ સાઇટ્સ પરથી પણ ખરીદી શકો છો, પરંતુ એમેઝોન પરથી ખરીદી કરવાથી ખાસ કરીને દિવાળી જેવા તહેવાર દરમિયાન તમને વધારાની બચતના વિકલ્પો મળી રહેશે.

ગણેશ, લક્ષ્મી અને 1gm, 2gm, 4gm, 5gm અને તેનાથી પણ વધુ વજનની તેમજ અન્ય અવનવી ડિઝાઇનના ઓપ્શન સાથે આપ અહી ખરીદી કરી શકો છો. અહીંના જ્વેલર્સમાં બેંગ્લોર રિફાઈનરી (Bangalore Refinery), કેન્ડેરે -કલ્યાણ જ્વેલર્સ (Candere – Kalyan Jewellers), વામન હરિ પેઠે (Waman Hari Pethe), મલબાર (Malabar), મુથૂટ (Muthoot) અને અન્ય ઘણા બધા બ્રાન્ડનો સમાવેશ થાય છે.

  • એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2023માં સોનાના સિક્કા, બાર અને પેન્ડન્ટ પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ
  • અલગ-અલગ બેંક અને ક્રેડીટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ (₹6,750 સુધી 10%)
  • એમેઝોન કૂપન (Amazon coupon) ડિસ્કાઉન્ટ અને કેશબેક ઑફર્સ
  • ફેસ્ટિવલ સેલ પર ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર 40% સુધીની છૂટ
  • કેન્ડેરે (Candere), મેલોરા (Melora), પીસી ચંદ્ર જ્વેલર્સ (PC Chandra Jewellers), સેન્કો (Senco), જોય્લુક્કાસ (Joyallukas) જેવી પ્રખ્યાત બ્રાન્ડ પર ઓફર
  • સિલ્વર જ્વેલરી પર તમને 60% સુધીની છૂટ

Joyalukkas Diwali Offer 2023 1
Joyalukkas Diwali Offer 2023

Joyalukkas Diwali Offers 2023 (જોયલુક્કાસ દિવાળી ઓફર) :

Joyalukkas (જોયલુક્કાસ) આનંદી ઓફર આ દિવાળીના તહેવાર પર રજૂ કરી રહી છે, આ દિવાળીને તેજસ્વી બનાવવા માટે તૈયાર થાઓ.

  • ₹50,000 અને તેનાથી વધુ કિંમતના હીરા, અનકટ ડાયમંડ અને કિંમતી ઘરેણાંની ખરીદી પર ₹2000 નું ગિફ્ટ વાઉચર
  • માત્ર 10% એડવાન્સ ચૂકવો અને ખાતરીપૂર્વક ગોલ્ડ રેટ પ્રોટેક્શનનો આનંદ માણો
  • સોના, ચાંદીના સિક્કા/બાર માટે લાગુ પડતું નથી
  • ઑફર 12મી નવેમ્બર 2023 સુધી માન્ય છે

GRT Diwali Offer 2023 1
GRT Diwali Offer 2023

GRT Diwali Offer 2023 (જીઆરટી દિવાળી ઓફર 2023) :

GRT Gold Diwali Offer 2023 (જીઆરટી દિવાળીઓફર) સ્વર્ણ દિવાળી ઓફર લઈને આવ્યું છે. જેમાં અલગ અલગ ઓફર આપવામાં આવી છે.

  • પ્રથમ વખત સોનાની ખરીદી પર તેના ભારોભાર (સમાન વજન)નું  ચાંદીના મફત (નોંધ – સોનાના સિક્કા/બાર સિવાય)
  • હીરા પર કેરેટ દીઠ 25 ગ્રામ મફત ચાંદી મફત
  • ચાંદીની વસ્તુઓ પર 25% ડિસ્કાઉન્ટ (કેટલીક વિશેષ વસ્તુઓ સિવાય)
  • સિલ્વર જ્વેલરી અને ગિફ્ટ આર્ટિકલ્સની MRP પર 10% ડિસ્કાઉન્ટ
  • ઓનલાઈન શોપિંગ પર તમને GRT કૂપન કોડ FEST3 સાથે ચાંદીની વસ્તુઓ પર 3% ડિસ્કાઉન્ટ
  • HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ.30,000 ની ન્યૂનતમ ખરીદી પર 2% બેંક ડિસ્કાઉન્ટ

નોંધ : જ્વેલરી બ્રાન્ડ પર આધાર રાખીને બજાર દરો ફેરફારને આધીન છે (ઉંચા/નીચા હોઈ શકે છે) તેથી તે મુજબ સરખામણી કરી ખરીદી કરવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments