HomeSportsFrom Struggling to Record-Breaking: વૈભવ સૂર્યવંશીની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ પાછળ યુવરાજ સિંહનો હાથ!...

From Struggling to Record-Breaking: વૈભવ સૂર્યવંશીની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ પાછળ યુવરાજ સિંહનો હાથ! ’20 બોલ ટકી જાઓ, પછી બધું બદલાઈ જશે’, 30 મિનિટની વાતચીત બાદ 53 બોલમાં ફટકાર્યા 204 રન

From Struggling to Record-Breaking: ભારતીય ક્રિકેટની યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીએ UAE સામે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વૈભવે માત્ર 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં તેણે 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કરનારા વૈભવે પોતાની આ સફળતાનો શ્રેય પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને આપ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બુધવારે શેર કરવામાં આવેલા વીડિયોમાં વૈભવે પોતાની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ પાછળની તૈયારી અને યુવરાજ સાથે થયેલી વાતચીત વિશે ખુલાસો કર્યો હતો. વૈભવે જણાવ્યું કે મેચ પહેલાં તે પોતાની બેટિંગને લઈને ખૂબ જ પરેશાન હતો અને યુવરાજની સલાહે તેને માનસિક તથા ટેકનિકલ રીતે નવી દિશા આપી હતી.

From Struggling to Record-Breaking: સતત નિષ્ફળતાથી પરેશાન હતો વૈભવ

From Struggling to Record-Breaking

વૈભવના જણાવ્યા પ્રમાણે, છેલ્લી બે ઇનિંગ્સ અને ઘરેલુ ક્રિકેટમાં અપેક્ષા મુજબ રન ન બનતાં તે માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો. વારંવાર તેનું ધ્યાન ભટકતું હતું અને પોતાની બેટિંગમાં શું ખામી રહી રહી છે તે સમજાતું નહોતું. મેચ પહેલાં તેણે ચાર વ્યક્તિઓ સાથે વાત કરી હતી. જેમાં તેના પિતા, બાળપણના કોચ મનીષ ઓઝા, અંડર-19માં સાથે રમી ચૂકેલો મિત્ર પ્રથમ જાચક અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનો સમાવેશ થાય છે.

From Struggling to Record-Breaking: યુવરાજે આપી 20 બોલ ટકી રહેવાની સલાહ

From Struggling to Record-Breaking

વૈભવે જણાવ્યું કે યુવરાજ સિંહ સાથે તેની લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન યુવરાજે તેની બેટિંગની ટેકનિક અને શોટ સિલેક્શન અંગે અનેક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. વૈભવે પોતાની મુશ્કેલીઓ ખુલ્લેઆમ યુવરાજ સમક્ષ રજૂ કરી હતી. તેના જવાબમાં યુવરાજે તેને સમજાવ્યું હતું કે શરૂઆતના 20 બોલ ધીરજથી રમીને મેદાન પર ટકી રહેવું જરૂરી છે. યુવરાજે કહ્યું હતું કે જો તે 20 બોલ ટકી જશે તો ત્યારબાદ તેનો સ્કોર સાવ અલગ હશે. આ સલાહ વૈભવ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.

From Struggling to Record-Breaking: વીડિયો જોઈને પોતાની ભૂલો સુધારી

From Struggling to Record-Breaking

વૈભવે જણાવ્યું કે યુવરાજે તેની કેટલીક ટેકનિકલ ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ તેણે પોતાની જૂની બેટિંગના વીડિયો જોયા અને પોતાની ભૂલો સમજવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજે જણાવેલી એક-બે બાબતોને તેણે UAE સામેની મેચમાં અમલમાં મૂકી હતી. વૈભવે વધુમાં કહ્યું કે છેલ્લી બે ઇનિંગ્સમાં તે લાંબા ફોર્મેટની માનસિકતા સાથે બેટિંગ કરી રહ્યો હતો. આ મેચમાં પણ શરૂઆતમાં તેનો એવો જ અભિગમ હતો, પરંતુ બોલ બેટ પર સારી રીતે આવવા લાગતાં તેણે આક્રમક શોટ રમવાનું શરૂ કર્યું હતું.

From Struggling to Record-Breaking: યુવરાજે પણ કરી વૈભવની પ્રશંસા

From Struggling to Record-Breaking

વૈભવની ઐતિહાસિક ઇનિંગ્સ બાદ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની પ્રશંસા કરી હતી. યુવરાજે તેને ખાસ પ્રતિભા ગણાવીને તેની બેટિંગને નિર્ભય ગણાવી હતી. તેમણે વૈભવને સખત મહેનત ચાલુ રાખવા અને ક્રિકેટની સફરનો આનંદ માણવાની સલાહ આપી હતી. યુવરાજે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે વૈભવની કારકિર્દીમાં હજુ ઘણી મોટી સિદ્ધિઓ આવવાની બાકી છે. આ રીતે UAE સામેની 204 રનની ઇનિંગ્સ માત્ર વૈભવની આક્રમક બેટિંગનું પરિણામ નહોતી, પરંતુ યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને ટેકનિકમાં સુધારાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બદ્રીનાથ ધામમાં કરોડોની દાનચોરીનો ઘટસ્ફોટ? રામ મંદિર બાદ વધુ એક મોટો મામલો સામે આવતાં મંદિર વ્યવસ્થાપન સામે સવાલો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments