HomeUncategorizedFrom Fighter Pilot to Astronaut: પાકિસ્તાનનો અંતરિક્ષમાં પ્રવેશ: ચીનના શેનઝોઉ-24 મિશનમાં પ્રથમ...

From Fighter Pilot to Astronaut: પાકિસ્તાનનો અંતરિક્ષમાં પ્રવેશ: ચીનના શેનઝોઉ-24 મિશનમાં પ્રથમ પાકિસ્તાની અવકાશયાત્રી ઝીશાન અલીની સફળ ઉડાન, સ્પેસ સ્ટેશન પર મળશે હલાલ ભોજન

From Fighter Pilot to Astronaut: પાકિસ્તાને અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. ચીનની મદદથી પાકિસ્તાનના પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ ઝીશાન અલી 25 નવેમ્બર, 2026ના રોજ શેનઝોઉ-24 મિશન અંતર્ગત અંતરિક્ષ માટે રવાના થયા છે. ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોંગ માર્ચ-2એફ રોકેટ દ્વારા અવકાશયાનનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ મિશન સાથે ઝીશાન અલી ચીનના તિયાનગોંગ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી અવકાશયાત્રી બન્યા છે. તેમની સાથે ચીનના અનુભવી અવકાશયાત્રી તાંગ હોંગબો અને વુ યી પણ મિશનનો હિસ્સો છે. તાંગ હોંગબો મિશનના કમાન્ડર છે, જ્યારે વુ યી ફ્લાઇટ એન્જિનિયરની જવાબદારી સંભાળી રહ્યા છે. ઝીશાન અલી પેલોડ સ્પેશિયાલિસ્ટ તરીકે વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

From Fighter Pilot to Astronaut: અંતરિક્ષમાં પાકિસ્તાની અવકાશયાત્રી માટે હલાલ ભોજનની વ્યવસ્થા

From Fighter Pilot to Astronaut

આ મિશનની એક ખાસ બાબત એ છે કે ચીને પાકિસ્તાની અવકાશયાત્રીની ભાષા અને ભોજનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરી છે. ઝીશાન અલી માટે હલાલ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીની અને અંગ્રેજી ભાષામાં ઓપરેટિંગ મેન્યુઅલ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી અંતરિક્ષમાં કામગીરી દરમિયાન તેમને મુશ્કેલી ન પડે. અવકાશયાત્રીઓ માટેની તાલીમમાં ચીની ભાષા, ટેકનિકલ સૂચનાઓ, ઝીરો ગ્રેવિટી, કટોકટીની સ્થિતિમાં બચાવ અને સ્પેસ સ્ટેશનની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

From Fighter Pilot to Astronaut: ચાર પાકિસ્તાની વૈજ્ઞાનિક પ્રયોગો કરશે

From Fighter Pilot to Astronaut

ઝીશાન અલી તિયાનગોંગ સ્પેસ સ્ટેશન પર પાકિસ્તાન દ્વારા પસંદ કરાયેલા ચાર વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે. આ પ્રયોગો મુખ્યત્વે બાયોટેકનોલોજી અને મટિરિયલ સાયન્સ સાથે સંબંધિત છે. તેમાં પ્રકાશસંશ્લેષણ કરતા સૂક્ષ્મજીવો પર સંશોધનનો પણ સમાવેશ થાય છે. સમગ્ર શેનઝોઉ-24 મિશન દરમિયાન ત્રણેય અવકાશયાત્રીઓ 90થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને ટેકનિકલ પરીક્ષણોમાં ભાગ લેશે. ઝીશાન અલી લગભગ પાંચથી દસ દિવસ સુધી અંતરિક્ષમાં રહીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરશે. ત્યારબાદ તેઓ શેનઝોઉ-23 અવકાશયાન દ્વારા પૃથ્વી પર પરત ફરશે.

From Fighter Pilot to Astronaut: પાકિસ્તાનના વાયુસેનાના પાઇલટ છે ઝીશાન અલી

From Fighter Pilot to Astronaut

40 વર્ષીય ઝીશાન અલી પાકિસ્તાન વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે સેવા આપી ચૂક્યા છે. પાકિસ્તાને આ મિશન માટે ઝીશાન અલી અને ખુર્રમ દાઉદ એમ બે ઉમેદવારો પસંદ કર્યા હતા. બંનેએ ચીનમાં લાંબા સમય સુધી વિશેષ તાલીમ મેળવી હતી. અંતિમ પસંદગીમાં ઝીશાન અલીને મિશનમાં સ્થાન મળ્યું હતું. તાલીમ દરમિયાન તેમણે ચીની ભાષા, અવકાશયાનની કામગીરી, વૈજ્ઞાનિક પ્રયોગો અને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવાની પદ્ધતિઓ શીખી હતી. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે પણ આ સિદ્ધિને આવકારી હતી.

From Fighter Pilot to Astronaut

From Fighter Pilot to Astronaut: ચીન-પાકિસ્તાનની અંતરિક્ષ ભાગીદારીને નવી દિશા

From Fighter Pilot to Astronaut

ચીન અને પાકિસ્તાન વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ફેબ્રુઆરી 2025માં બંને દેશો વચ્ચે પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ અંગે કરાર થયો હતો. આ મિશન તે સહયોગનું મહત્વપૂર્ણ પરિણામ છે. હવે બંને દેશો ચંદ્ર સંશોધન ક્ષેત્રે પણ સહકાર વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. 2028ના ચાંગ’ઈ-8 મિશન અંતર્ગત પાકિસ્તાનમાં વિકસાવવામાં આવેલા રોવરને ચંદ્ર પર મોકલવાની યોજના પણ ચર્ચામાં છે. બીજી તરફ ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં પોતાના અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર ઉતારવાનું છે. ઝીશાન અલીની આ ઉડાન પાકિસ્તાન માટે અંતરિક્ષ સંશોધનના નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મિનિમમ બેઝિક સેલરી ₹69 હજાર કરવાની માગ, ફિટમેન્ટ ફેક્ટર 3.83 થાય તો ₹51 હજારનો વધારો શક્ય!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments