Assembly Elections 2026: બંગાળમાં પ્રથમ તબક્કામાં બપોર સુધીમાં 62% થી વધુ મતદાન, તમિલનાડુમાં પણ ભારે ઉત્સાહ

0
93
Assembly Elections 2026
Assembly Elections 2026

Assembly Elections 2026: ભારતમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીના આંકડા મુજબ, બંને રાજ્યોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Assembly Elections 2026

Assembly Elections 2026: મતદાનના આંકડા (બપોરે 1 વાગ્યા સુધી):

  • પશ્ચિમ બંગાળ: 62.18%
  • તમિલનાડુ: 56.81%

Assembly Elections 2026: પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કાનું રણસંગ્રામ

બંગાળમાં આજે પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. ઉત્તર બંગાળ અને જંગલમહાલના વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન થયું છે. જોકે, મુર્શિદાબાદ અને કેટલાક અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઘર્ષણ અને EVM ખામીની ફરિયાદો પણ સામે આવી છે.

તમિલનાડુ તમામ બેઠકો પર એકસાથે મતદાન

તમિલનાડુમાં આજે એક જ તબક્કામાં તમામ 234 બેઠકો માટે ભાવિ નક્કી થઈ રહ્યું છે. અહીં મુખ્ય મુકાબલો ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) વચ્ચે છે, જ્યારે અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) પણ પ્રથમવાર મેદાનમાં હોવાથી યુવા મતદારોમાં અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live: બપોરે 1 વાગે સુધી 37.23 ટકા મતદાન