Home State Gujarat Fire Fury in Bharuch: ઝઘડિયા GIDC ધણધણી, મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ...

Fire Fury in Bharuch: ઝઘડિયા GIDC ધણધણી, મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

0
139
Fire Fury in Bharuch
Fire Fury in Bharuch

Fire Fury in Bharuch: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કંપનીમાં ફરજ બજાવતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતાં ઔદ્યોગિક વસાહતમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Fire Fury in Bharuch

Fire Fury in Bharuch: ધડાકાથી ધ્રૂજી ઉઠી ધરા: કિલોમીટરો સુધી દેખાયા ધુમાડા

પ્રાપ્ત વિગતો અનુસાર, કંપનીના પ્લાન્ટમાં અચાનક કોઈ ટેકનિકલ કારણોસર જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ આસપાસના ગામો સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ તરત જ આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા 5 થી 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા, જે આગની વિકરાળતા દર્શાવે છે.

Fire Fury in Bharuch

Fire Fury in Bharuch: કામદારોમાં મચી દોડધામ: 10થી વધુ દાઝ્યા

જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કંપનીમાં અનેક કામદારો શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ થતાની સાથે જ જીવ બચાવવા માટે કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પ્લાન્ટની નજીક કામ કરી રહેલા 10થી વધુ કામદારો આગની જપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Fire Fury in Bharuch

Fire Fury in Bharuch: ફાયર ફાઈટરોનો મોરચો: આગ પર કાબૂ મેળવવા મથામણ

ઘટનાની જાણ થતા જ ઝઘડિયા GIDC, અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ટેન્ડરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી, જેને રોકવા માટે ફાયર ફાઈટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે.

Fire Fury in Bharuch

Fire Fury in Bharuch: તપાસના ચક્રો ગતિમાન

આ બ્લાસ્ટ કયા કારણોસર થયો – રીએક્ટરમાં ખામી હતી કે ગેસ લીકેજ – તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે આસપાસની કંપનીઓમાં પણ સાવચેતીના ભાગરૂપે કામગીરી અટકાવી દેવામાં આવી છે.

Fire Fury in Bharuch

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બંગાળમાં પ્રથમ તબક્કામાં બપોર સુધીમાં 62% થી વધુ મતદાન, તમિલનાડુમાં પણ ભારે ઉત્સાહ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે