ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live : બપોરે 1 વાગે સુધી 37.23 ટકા મતદાન

    0
    108
    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live :
    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live :

    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live : ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલુ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 37.23 ટકા મતદાન નોંધાયું છે, જે મતદારોમાં ઉત્સાહ દર્શાવે છે. આ ચૂંટણીમાં અંદાજે 2.45 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેથી ટક્કર રસપ્રદ બનવાની સંભાવના છે.

    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live :

    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live : સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત

    ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 306 પોલિંગ સ્ટેશનોની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 ડીવાયએસપી, 4 પી.આઈ. અને આશરે 500 પોલીસ તથા હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીઆરપીએફની 3 કંપનીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live :

    ઉમરેઠ વિધાનસભા ચૂંટણી live : 4 મે પરિણામ

    મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. તે દિવસે જ સ્પષ્ટ થશે કે ઉમરેઠની જનતાએ કોને પોતાના નવા પ્રતિનિધિ તરીકે પસંદ કર્યું છે. હાલ મતદાન શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

    વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

    Table of Contents