HomeDeshAsian Games 2026: ચિકિતાએ દોઢ કલાકમાં બે ગોલ્ડ જીત્યા: એશિયન ગેમ્સમાં ભારતનો...

Asian Games 2026: ચિકિતાએ દોઢ કલાકમાં બે ગોલ્ડ જીત્યા: એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો

Asian Games 2026: ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. બુધવારે ભારતે તીરંદાજીમાં માત્ર દોઢ કલાકના અંતરમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. દિવસની શરૂઆતમાં જ્યોતિ સુરેખા, ચિકિતા તનિપાર્થી અને પૃથિકા પ્રદીપની ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ફાઇનલમાં ચીનને 238-234થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ચિકિતા તનિપાર્થી અને સાહિલ રાજેશ જાધવની જોડીએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો.

Asian Games 2026: મિક્સ્ડ ટીમ ફાઇનલમાં કોરિયા સામે શૂટ-ઓફમાં જીત

Asian Games 2026:

ચિકિતા અને સાહિલની ભારતીય જોડીએ અત્યંત રોમાંચક મુકાબલામાં કોરિયાને શૂટ-ઓફમાં હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જીત સાથે ચિકિતાએ એશિયન ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે સાહિલ માટે આ પહેલો એશિયન ગેમ્સ ગોલ્ડ રહ્યો. ચિકિતા-સાહિલની આ જીત સાથે ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

Asian Games 2026: મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે 238 પોઈન્ટનો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. ફાઇનલમાં પૃથિકા પ્રદીપ અને જ્યોતિ સુરેખાના દરેક શોટ નિશાના પર લાગ્યા હતા. આ સાથે ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સના કમ્પાઉન્ડ ઇવેન્ટમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે.

Asian Games 2026: ભારતના 8માંથી 5 ગોલ્ડ મહિલાઓના નામે

Asian Games 2026:

એશિયન ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના 8 ગોલ્ડ મેડલમાંથી 5 ગોલ્ડ ભારતીય મહિલા ખેલાડીઓએ અપાવ્યા છે. બાકીના ત્રણ ગોલ્ડ પુરુષોની કબડ્ડી ટીમના નામે છે. તીરંદાજી અને શૂટિંગ જેવી વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી મેડલ ટેલીમાં પણ ભારતની સ્થિતિ મજબૂત બની છે.

નીરુ ધાંડા-કિનાન ચેનાઈ ફાઇનલમાં

શૂટિંગમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. નીરુ ધાંડા અને કિનાન ચેનાઈએ ટ્રેપ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં 136નો સ્કોર નોંધાવ્યો હતો. જોકે ચીન, કતાર અને ઈરાનની ટીમો ક્વોલિફિકેશનમાં ભારતથી આગળ રહી હતી.

નીરુ ધાંડાએ એક દિવસ અગાઉ મહિલા ટ્રેપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટ્રેપ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં પણ ભારતને તેમના અને કિનાન ચેનાઈ પાસેથી વધુ એક સુવર્ણની આશા છે. ફાઇનલ મુકાબલો સવારે 11 વાગ્યે યોજાવાનો છે.

આ પણ વાંચો :ATSની મોટી કાર્યવાહી: મધદરિયેથી કરોડોનું MD અને મેથામ્ફેટામાઈન જપ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments