‘અથર્વ’ : શ્રીગણેશના આકાર – નિરાકાર સ્વરૂપો કેનવાસ પર કંડારતા ચિત્રકાર

0
228
'અથર્વ' : શ્રીગણેશના આકાર - નિરાકાર સ્વરૂપો કેનવાસ પર કંડારતા ચિત્રકાર
'અથર્વ' : શ્રીગણેશના આકાર - નિરાકાર સ્વરૂપો કેનવાસ પર કંડારતા ચિત્રકાર

આધ્યાત્મિક ચિત્રકાર તૃપ્તિ દવેની આધ્યાત્મિક યાત્રા દ્વારા સર્જન પામેલ કલાત્મક ઉત્કૃષ્ટ કૃતિઓના ઉત્તમ પ્રદર્શન ‘અથર્વ‘ માં આપણે આવકરે છે. જેમાં શ્રીગણેશ પર આધારિત આધ્યાત્મિક દર્શન કરાવતી મંત્રમુગ્ધ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જ્યાં કેનવાસ ઉપર ધ્યાન, શક્તિ અને દૈવી પ્રેરણાના ગહન ઊંડાણ સ્વરૂપ શ્રીગણેશ અને અલગ અલગ સ્વરૂપોના  દર્શન થશે. ત્રકાર તૃપ્તિ દવેની કલાત્મક ક્ષમતા તેમના આંતરિક વિચારો અને આધ્યાત્મિક અનુભૂતિને કેનવાસ ઉપર રજૂ કરવાની તેમની અનેરી ક્ષમતાના પુરાવા સ્વરૂપ છે. તેઓના બ્રશનો દરેક સ્ટ્રોક ધ્યાનનો આધાર, સાર તથા આ લોકને અલૌકિક અને ગુણાતિતમાં શોધવા પ્રેરે છે.  ‘અથર્વ’ એ કલાની પરિવર્તનશીલ શક્તિ પ્રત્યેના તેમના અતૂટ પ્રેમ અને સમર્પણનો પુરાવો છે.

main ગણેશ 1

‘આથર્વ’ પ્રદર્શનનું શીર્ષક ‘ અથર્વ ‘ સંસ્ક્રુત શબ્દ ઉમદા, ઉત્તમ અને દૈવીય માટે પ્રતિબિંબ સમાન છે. આ પ્રદર્શનમાં ચિત્રકાર તૃપ્તિ દવે તેમની  આધ્યાત્મિક અમૂર્ત કલાના પ્રતીક રૂપે ભગવાન શ્રી ગણેશના  વિવિધ સ્વરૂપોના નિરૂપણ સાથે સુંદર રીતે જોડે છે. વંદનીય દેવતા શ્રી ગણેશ વિઘ્ન હર્તા તેમજ જ્ઞાનદાતા સ્વરૂપ તરીકે પૂજાય છે.

1

આ પ્રદર્શનમાં રંગ, સ્વરૂપ અને ઉર્જાનું એકીકૃત અનુભવાય છે. જેમાં માત્ર શાંતિની ભાવનાજ  નથી પરંતુ તે સ્વયંની શોધ તથા આધ્યાત્મિક જાગૃતિનો ગહન સંદેશ પણ વાહન કરે છે. જટિલ વિગતો અને ગતિશીલ રંગછટા તમને એવા ક્ષેત્રમાં લઇ જાય છે જ્યાં ભૌતિક તથા આધ્યાત્મિક અસ્પષ્ટતા વચ્ચેની સીમાઓ ઓસરતી જાય છે. ચિત્રકાર તૃપ્તિ દવેનું ‘અથર્વ’ આધ્યાત્મિક અભિવ્યક્તિ તરીકે કલાની શક્તિનું પ્રમાણ છે. તે તમને ભ્રહ્માંડના રહસ્યો, આત્માની આંતરિક ક્રિયાઓ અને ભગવાન ગણેશના પ્રતીકવાદમાં સમાવિષ્ટ કલા દ્વારા ચિંતન કરવા પ્રેરે છે. પ્રત્યેક કલા સર્જનમાં તત્વજ્ઞાન, આધ્યાત્મ સ્વરૂપ આત્મા તથા મનના સુમેળભર્યા સંયોગોના સ્પંદનો, ગહનતા તથા પરિવર્તન પ્રત્યેના સંકેત આપે છે.

2

‘ અથર્વ ‘ નામે આ પ્રદર્શન ધ આર્ટ ગૅલરી અમદાવાદ ની ગુફા ખાતે ગણેશચતુર્થીના ઉત્સવ સ્વરૂપે યોજવામાં આવ્યો. જેમાં શ્રી ગણેશજીના આકાર – નિરાકાર સ્વરૂપો દર્શાવવામાં આવ્યા.  કુલ ૮૬ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી. શ્રી તૃપ્તિ દવેનો આ ૩૩મો  સોલોશો છે. જેમાં શ્રી ગણેશ  પર આ ૬ઠો સોલોશો યોજવામાં આવ્યો. તેઓ પ્રતિષ્ઠિત આર્કીટેક તથા જાણીતા ચિત્રકાર છે. તેઓ છેલ્લા ૪૮  વર્ષથી અવિરતપણે કલાસર્જન  દ્વારા કલાજગતને સમર્પિત રહ્યા છે. તેઓએ અમદાવાદ, દિલ્હી, ગોઆ, સુરત, પોન્ડિચેરી, પુણે, લખનઉ , ચેન્નાઇ, બરોડા, બેંગ્લોર, લંડન, પેરિશ વિગેરે  સ્થળોપર પોતાના સોલોશો યોજી     પોતાની આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરી છે. તેઓ ગૌરવ  પુરસ્કાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત  થી સન્માનિત છે.