Apple Wood Bael Fruit : ગરમીમાં બીલીનો જ્યૂસ લૂ, ડિહાઈડ્રેશન અને થાકથી બચાવે છે. તે પાચન તંત્ર સુધારે છે. બ્લડ શુગર કાબૂમાં કરે છે અને ઈમ્યૂનિટી વધારે છે. બીલીમાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન સી હોય છે.

Apple Wood Bael Fruit : ઉનાળામાં ખાલી ચાર મહિના મળે છે લાકડા જેવું આ ફળ. ઉનાળાની સીઝન આવી ચુકી છે. રોજ રોજ વધતા તાપમાન અને ધગધગતા તાપમાં લૂ લાગવાનો ખતરો સૌથી વધારે રહે છે. તો વળી ગરમીના કારણે થાક પણ વધારે અનુભવાય છે. આ તમામ તકલીફોથી બચવા માટે બીલીનો જ્યૂસ આપની મદદ કરી શકે છે. ગરમીની સીઝનમાં બીલીનો જ્યૂસ અમૃત સમાન છે. જંગલી વિસ્તારમાં લાવીને તેને શહેરોમાં વેચવામાં આવે છે. જેનો ઉપયોગ શરબત અને અન્ય ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
Apple Wood Bael Fruit :ઉનાળાની સીઝન આવતા જ મોસમી ફળ આવવાના શરૂ થઈ જાય છે. ઉનાળામાં ઠંડક આપતા ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. જેનાથી લૂ અને ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. બજારમાં બીલી હવે મળી રહ્યા છે. તેના સેવનથી પાચન તંત્ર સારુ રહે છે. કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

Apple Wood Bael Fruit :
આ શરીરને ઠંડક આપે છે અને ઝાડાની સમસ્યાથી આરામ અપાવે છે. તેની સાથે જ તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. ઈમ્યૂનિટી વધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. બીલીનો શરબત બનાવીને પી શકાય છે. તેને શેકી અથવા ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે.
Apple Wood Bael Fruit :
બીલી શુગરના દર્દી માટે ફાયદાકારક છે અને પેટ દુખાવામાંથી રાહત અપાવે છે. ગરમીમાં તે લગભગ ૪ મહિના સુધી મળે છે. હાલમાં ૧૦૦ રૂપિયામાં ૫ બીલી અને ૫૦ રૂપિયામાં ૩ બીલી મળે છે. આયુર્વેદમાં પણ બીલીના કેટલાય ફાયદા ગણાવ્યા છે. તેમાં ટેનિક અને ફેનોલિક કંપાઉન્ડ એન્ટીઓક્સિડેન્ટ હોય છે.
બીલીમાં રહેલા પોષક તત્વો લીવરની સમસ્યામાં લાભકારી છે. વિટામિન સી કેલ્શિયમના અવશોષણને તેજ કરે છે. જ્યારે પ્રોટીન માંસપેશિઓના વિકાસમાં મદદ કરે છે. ઉચ્ચ ફાઈબર સામગ્રીના કારણે તે અપચો, બળતરા અને કબજિયાતને દૂર કરે છે અને પેટને ઠંડક પહોંચાડે છે. બીલીનો શરબત પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

Apple Wood Fruit :
બીલીમાં એન્ટીઓક્સિડેન્ટ જે બીમારીઓથી લડવાની ક્ષમતા મજબૂત બનાવે છે. તે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢી ઈન્ફેક્શન અને સોજાને બચાવે છે. ગરમીમાં થતો સામાન્ય તાવ, શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે બીલીનો જ્યૂસ એક સારો પ્રાકૃતિક ઉપાય છે.
બીલીનો જ્યૂસ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના ટોક્સિન્સને બહાર કાઢી ત્વચાને સાફ અને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત તે ખીલ, ડાઘ અને સનબર્નથી બચાવે છે. બીલીમાં રહેલા પોષક તત્વો વાળને મજબૂતી આપે છે.
ઉનાળામાં કેવું માટલું ખરીદવું જોઈએ… ક્યા માટલાનું સૌથી ઠંડું રહે છે??
Physical Intimacy સ્વાસ્થ્યને થશે નુકશાન ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધીને આ ન કરવું
રાજકોટમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર