HomeAhmedabadવસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં

વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોનું  જાહેર રસ્તા પર ભય ફેલાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી કેટલાક અસામાજિક તત્વોએ, સળગતા સુતળી બોમ્બ જાહેર રસ્તા પર ફેંક્યાં અને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર સળગતો સુતળી બોમ્બ ફેંકતા ધોરણ 10ની વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. મળતી માહિતી મુજબ બોર્ડના છેલ્લા પેપરના દિવસે કક્ષા પ્રજાપતિ નામની વિદ્યાર્થીની ઘરે જતી હતી. ત્યારે આ ઘટના બની હતી.જેને સારવાર માટે લઇ જવાઇ છે. 28 માર્ચે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments