HomeDeshઅમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ દ્વારા પુર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે કર્ણાટકમાં પ્રચાર માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં જાહેર સભા સંબોધિ હતી.ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કર્ણાટકમાં જાહેર સભા સંબોધિ હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી પ્રચારના ભાગરૂપે, રવિવારના રોજ બાગલકોટમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બજરંગ બલી મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. જેના પગલે ભાજપ સતત કોંગ્રેસ પર આકારા પ્રહારો કરી રહી છે.

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments