HomeAhmedabadAMC Tightens Rules on Street Vendors: અમદાવાદમાં રોડ પર શાકભાજી-ફ્રૂટ વેચાણ પર...

AMC Tightens Rules on Street Vendors: અમદાવાદમાં રોડ પર શાકભાજી-ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધ

AMC Tightens Rules on Street Vendors: અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. AMC દ્વારા જાહેર નોટિસ મારફતે સૂચના આપવામાં આવી છે કે, જાહેર રસ્તા, ફૂટપાથ અથવા ટ્રાફિકને અડચણરૂપ બને તેવી જગ્યાએ શાકભાજી અને ફળનું વેચાણ કરી શકાશે નહીં.

AMC Tightens Rules on Street Vendors: લારી અને માલસામાન જપ્ત થશે

AMC Tightens Rules on Street Vendors:

AMCના જણાવ્યા મુજબ રોડ પર લારીઓ ઉભી રાખીને વેચાણ કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે. તેથી હવે સ્ટ્રીટ વેન્ડર્સે માત્ર કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા વેજીટેબલ માર્કેટ અથવા નિયત સ્થળોએ જ વેપાર કરવાનો રહેશે.

જાહેર રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમનો ભંગ કરનારની લારી અને માલસામાન જપ્ત કરવા ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવી શકે છે. AMC દ્વારા આવા કિસ્સાઓને જાહેર રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ ગણવામાં આવશે.

AMC Tightens Rules on Street Vendors: વેપારીઓની અલગ માંગ

AMC Tightens Rules on Street Vendors:

બીજી તરફ, શાકભાજી અને ફળના વેપારીઓમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે, રોડ પરથી લારીઓ હટાવતા પહેલાં દરેક વિસ્તારમાં પૂરતી સંખ્યામાં વેજીટેબલ માર્કેટની વ્યવસ્થા કરવામાં આવે. વેપારીઓનો દાવો છે કે શહેરના અનેક વિસ્તારોમાં ઉપલબ્ધ માર્કેટની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી છે.

AMC દ્વારા અગાઉ દરેક ઝોનમાં વેજીટેબલ માર્કેટ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી હતી. હવે રોડ પરના વેપારીઓને નિયત માર્કેટમાં ખસેડવાની કાર્યવાહીથી શહેરના ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પરના દબાણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

AMC Tightens Rules on Street Vendors: સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા

અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સાંજના સમયે શાકભાજી અને ફળની લારીઓને કારણે રસ્તા પર ભીડ અને ટ્રાફિકની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો સામે આવતી રહી છે. AMCનો નિર્ણય આવા સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને ફૂટપાથ-રસ્તાઓ ખુલ્લા રાખવાના હેતુથી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : PoKમાં મોટો જનઆંદોલન: LoC નજીક 25 હજારથી વધુ લોકોની રેલી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments